અમદાવાદ, 27 માર્ચ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાજસ્થાનના જેસલમેરમાં દેવીકોટ ખાતે 180 મેગાવોટનો સૌર વીજ  પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે 25 વર્ષનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયેલું છે. 180 મેગાવોટનો આ સૌર વીજળી પ્લાન્ટ વાર્ષિક અંદાજે 540 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે 1.1 લાખ ઘરોને વીજળી આપશે અને લગભગ 0.39 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરશે. વીજ ઉત્પાદન વધારવા માટે અદ્યતન બાયફેસિયલ સોલાર પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર્સ (HSAT)ને મોડ્યુલોની વધુ સારી કાર્યક્ષમતા અને દિવસભર સૂર્યને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટના સફળ કાર્યાન્વયન સાથે AGELનો કાર્યાન્વિત સોલાર પોર્ટફોલિયો વધીને 6,243 MW થયો છે અને કુલ કાર્યરત રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા 9,784 MWએ પહોંચી છે  જે ભારતમાં સૌથી મોટી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)