અમદાવાદ, 3 એપ્રિલઃ એસઆરએમ કોન્ટ્રાક્ટર્સનો આઈપીઓ આજે 7.14 કા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. ટી ગ્રુપમાં લિસ્ટેડ આ સ્ક્રિપ બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 236.20 પર પહોંચી હતી. જ્યાંથી રોકાણકારોને ઈશ્યૂ પ્રાઈસ રૂ. 210 સામે 12.48 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે.

SRM Contractors IPO માટે ગ્રે માર્કેટમાં રૂ. 125 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે લિસ્ટિંગ 59 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ દર્શાવી રહ્યો હતો. જો કે, લિસ્ટિંગ તેનાથી વિપરિત નજીવા પ્રીમિયમ સાથે થયુ છે. એસઆરએમ કોન્ટ્રાક્ટ્રર્સે આઈપીઓ હેઠળ રૂ. 130.20 કરોડનું ફંડ એકત્ર કર્યુ છે. ઈશ્યૂ 26થી 28 માર્ચ દરમિયાન યોજાયો હતો.

આઈપીઓ ઈશ્યૂને બિન-સંસ્થાકીય રોકાણકારો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. એનઆઈઆઈ પોર્શન 214.94 ગણો ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી પોર્શન 59.59 ગણો અને રિટેલ 46.97 ગણો સબ્સક્રાઈબ્ડ થયો હતો. આ સાથે કુલ 86.57 ગણો ભરાયો હતો. કંપની કંસ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ સેગમેન્ટમાં 2008થી કાર્યરત છે. જે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં રસ્તાના બાંધકામ, બ્રિજ, ટનલ, સ્લોપ, સહતિ અન્ય બાંધકામ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે.

એસઆરએમ કોન્ટ્રાક્ટર્સનો આઉટલૂક વિવિધ મુદ્દે મજબૂત જોવા મળ્યો છે. કંપની પોતાની માલિકીના સાધનો અને ઈન-હાઉસ ઈન્ટિગ્રેટેડ મોડલ દ્વારા બાંધકામ પ્રોજેક્ટ કરી રહી છે. જે કંપનીના ખર્ચમાં ઘટાડો કરી માર્જિન વધારે છે. સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના વેલ્થ હેડ શિવાની ન્યાતિએ જણાવ્યું હતું કે, એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ ફંડામેન્ટલી મજબૂત છે. અને મજબૂત ઓર્ડર બુક પણ ધરાવે છે. જે લોંગ ટર્મ ગ્રોથનો સંકેત આપે છે. વર્તમાન ધોરણે ટૂંકાગાળા માટે વોલેટિલિટી જોવા મળી શકે છે. પરંતુ લાંબાગાળે તેજી નોંધાવાનો આશાવાદ છે.

SRM કોન્ટ્રાક્ટર્સની ઓર્ડર બુક રૂ. 1,199.32 કરોડ છે, જે FY21થી FY23માં 177 ટકાનો વધારો દર્શાવે છે. કંપની તેની મશીનરી અને સાધનોના કાફલાને વિસ્તરી રહી છે, જે આગામી ક્વાર્ટરમાં તેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે.

31 જાન્યુઆરી, 2024ના રોજ માસ્ટર કેપિટલ સર્વિસ લિમિટેડના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વિષ્ણુકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, J&K, જ્યાં કંપની કાર્યરત છે, સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રયાસોના પરિણામે FY25માં તેની ઓર્ડર બુકમાં વૃદ્ધિ થવાની ધારણા છે. આઈપીઓ ફંડનો ઉપયોગ પણ વિવિધ મશીનરીની ખરીદી, વિસ્તરણ યોજના માટે રોકાણ અર્થે કરવાની છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)