અમદાવાદ, 3 એપ્રિલઃ  કોંગ્રેસના સાંસદસભ્ય (MP) રાહુલ ગાંધીએ આજે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વાયનાડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસ નેતા 2019ની લોકસભા ચૂંટણીમાં ચાર લાખથી વધુ મતોના માર્જિનથી જીતેલા મતવિસ્તારમાં રોડ શો પણ કરશે. રાહુલ મુપ્પાઈનાડ ગામમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા બાદ કાલપેટ્ટા સુધી રોડ માર્ગે જશે, એમ કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કાલપેટ્ટાથી રોડ શો શરૂ કર્યો હતો. રાહુલની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને દીપા દાસ સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ રોડ શોમાં હશે, એમ ન્યૂઝવાયર પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે.

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના AICC પ્રભારી કન્હૈયા કુમાર તેમજ રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસન અને કેપીસીસીના કાર્યકારી પ્રમુખ એમએમ હસન પણ સિવિલ સ્ટેશન પાસે સમાપ્ત થનારા રોડ શોમાં રાહુલની સાથે રહ્યા હતા. રોડ શો પછી, રાહુલ જીલ્લા કલેક્ટરને તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.

કેરળમાં આ વર્ષે લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના કેરળ પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનને કોંગ્રેસના નેતા અને સંસદના વર્તમાન સભ્ય (MP) રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતાર્યા છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ નેતા એની રાજાને વાયનાડથી મેદાનમાં ઉતાર્યા છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં, રાહુલ ગાંધી વાયનાડમાંથી કુલ 10,92,197 મતોમાંથી 7,06,367 મત મેળવી જીત્યા હતા. તેમના નજીકના હરીફ CPIના પી પી સુનીરે માત્ર 2,74,597 મત મેળવ્યા હતા. જો કે તેઓ ઉત્તર પ્રદેશમાં તત્કાલીન કોંગ્રેસના ગઢ અમેઠીમાંથી ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની બેઠક પરથી પણ ચૂંટણી લડશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ અમેઠી માટે હજુ સુધી તેના ઉમેદવારનું નામ નક્કી કર્યું નથી. રાયબરેલી માટે પણ હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકનું પ્રતિનિધિત્વ રાહુલની માતા સોનિયા ગાંધી કરે છે જેમણે હવે રાજ્યસભાના સાંસદ બનવાનું પસંદ કર્યું છે. અટકળો સૂચવે છે કે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે.