અમદાવાદ: અદાણી એનર્જી લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 680 કરોડ (રૂ. 460 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 57 ટકા વધી રૂ. 1328 કરોડ (રૂ. 848 કરોડ) થઇ છે.
પરીણામ અંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર વિનીત એસ. જૈને જણાવ્યું હતું કે ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ માટે આધુનિક ટેક્નોલોજી અને એનાલિટિક્સ સંચાલિત કામગીરીના કારણે અદાણી ગ્રીન એનર્જી લિ.ના સોલાર અને વિન્ડ પોર્ટફોલિઓના પ્રદર્શનમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. રાજસ્થાનના જૈસલમેરમાં ૩૯૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા ભારતના સૌ પ્રથમ સોલાર-વિન્ડ હાઇબ્રીડ પ્રોજેકટને કાર્યાન્વિત કરવામાં સમર્થ અને સફળ રહી છે આવા અન્ય પ્રોજેકટ્સ સંબંધી ટીમ કામ કરી રહી છે. અમે ગ્રીડ સાથે બંધબેસે એવી સંકલિત કડી સાથે ઉચ્ચ અને કાર્યક્ષમ ખર્ચ સાથે RE પાવર જનરેશનને સક્ષમ કરવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.
ઓપરેશનલ ક્ષમતા YoY ૬૫% વધીને ૫૮૦૦ મેગાવોટ | ભારતનો સૌ પ્રથમ ૩૯૦ મેગાવોટનો સોલાર–વિન્ડ હાઇબ્રીડ |
પ્રોજેકટ રાજસ્થાનના જૈસલમેરમાં કાર્યાન્વિત કરાયો | ઉર્જાનું વેચાણ YoY ૭૩% વધીને ૩૫૫૦ મિલી.યુનિટ પહોંચ્યું |
તકનીકી રીતે અદ્યતન WTGના મજબૂત ટેકાથી વિન્ડ CUF માં સુધાર અને સુધારો થયેલ પ્લાન્ટની ઉપલબ્ધતામાં હવે ૯૬% અને પવનની ગતિમાં સુધારો | ઉચ્ચ સૌર-વિન્ડ હાઇબ્રિડ CUF તકનીકી અદ્યતન સૌર મોડ્યુલો- WTG, ઉચ્ચ પ્લાન્ટની ૧૦૦% ઉપલબ્ધતા, ૧૦૦% હાઇ ગ્રીડ ઉપલબ્ધતા દ્વારા સમર્થિત |
નાણાકીય પ્રદર્શન – નાણાકીય વર્ષ-૨૩નો પ્રથમ ત્રિમાસિક સમયગાળો: (Rs. Cr.)
Particulars | Quarterly performance |
Q1 FY23 | Q1 FY22 | % Change |
Revenue from Power Supply | 1,328 | 848 | 57% |
EBITDA from Power Supply 2 | 1,265 | 789 | 60% |
EBITDA from Power Supply (%) | 92% | 92% | |
Cash Profit 3 | 680 | 460 | 48% |
વીજ પુરવઠામાંથી આવક અને EBITDA માં મજબૂત વૃદ્ધિ ક્ષમતામાં વધારો, સુધારેલ સોલાર અને વિન્ડ CUF અને ઉચ્ચ હાઇબ્રિડ CUFને આભારી છે | સાતત્યપૂર્ણ EBITDA માર્જિન અને એનર્જી નેટવર્ક ઑપરેશન સેન્ટર દ્વારા વાસ્તવિક સમયના કેન્દ્રિય દેખરેખના પરિણામ સ્વરુપ આવેલ ખર્ચ કાર્યક્ષમતા |