Lok Sabha Election 2024: રાહુલ ગાંધીનું સ્ટોક માર્કેટમાં 4.3 કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ
અમદાવાદ, 4 એપ્રિલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શેરબજારમાં 10 સ્ક્રિપ્સ અને 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધરાવે છે. જેમાં શેરબજારમાં કુલ રૂ. 4.3 કરોડનું રોકાણ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3.81 કરોડનું રોકાણ ધરાવે છે. બેન્ક એકાઉન્ટમાં પણ 26.25 લાખની બચત ધરાવતાં હોવાનું તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી એફેડેવિટ પરથી જણવા મળ્યું છે. ગઈકાલે વાયનાડ બેઠક પરથી ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે સંપત્તિ, પ્રોપર્ટી, પેન્ડિંગ કેસો સહિતની અંગત વિગતો જણાવી છે.
રાહુલ ગાંધી 15 માર્ચ, 2024 સુધીમાં રૂ. 15.21 લાખની માર્કેટ વેલ્યૂ ધરાવતા સોવરિન ગોલ્ડ બોન્ડ પર ધરાવે છે. આ સાથે રાહુલની કુલ રૂ. 20.4 કરોડની સંપત્તિ છે. જેમાં 9.24 કરોડની જંગમ અને 11.5 કરોડની સ્થાવર સંપત્તિ સામેલ છે.
વાયનાડ સહિત કેરળમાં લોકસભાની 20 બેઠકો પર મતદાન 26 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાશે. ભાજપ તરફથી કેરળના રાજ્ય મંત્રી કે સુરેન્દ્રને રાહુલ ગાંધી વિરૂદ્ધ ઉમેદવારી પત્ર ભર્યું છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ નેતા એની રાજાને વાયનાડથી મેદાનમાં ઉતાર્યા છે.
રાહુલ ગાંધીનું શેરોમાં રોકાણ
શેર | શેરની સંખ્યા | રોકાણ |
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ | 1474 | રૂ.42.27 લાખ |
બજાજ ફાઇનાન્સ | 551 | રૂ. 35.89 લાખ |
નેસ્લે ઇન્ડિયા | 1370 | રૂ. 35.67 લાખ |
એશિયન પેઈન્ટ્સ | 1231 | રૂ. 35.29 લાખ |
ટાઈટન કંપની | 897 | રૂ. 32.59 લાખ |
હિન્દુસ્તાન યુનિલીવર | 1161 | રૂ. 27.02 લાખ |
ICICI Bank | 2299 | રૂ. 24.83 લાખ |
Divi’s Lab | 567 | રૂ. 19.7 લાખ |
સુપ્રજીત એન્જિનિયરિંગ | 4068 | રૂ. 16.65 લાખ |
ગરવારે ટેક્નિકલ | 508 | રૂ. 16.43 લાખ |
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ
ફંડ | રોકાણ |
HDFC small cap Reg-G | રૂ. 1.23 કરોડ |
ICICI Prudential Reg Savings-G | રૂ. 1.02 કરોડ |
PPFAS FCF D Growth | રૂ. 19.76 લાખ |
HDFC MCOP DP GR | રૂ. 9.58 લાખ |
ICICI EQ&DF F Growth | રૂ. 19.03 લાખ |