અમદાવાદ, 25 એપ્રિલઃ

Bajaj ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,825 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,158 કરોડ હતો. એનબીએફસીએ રૂ. 2 ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 36નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

કોન્સોલિડેટેડ પરીણામમાં બજાજ ફાઇનાન્સની પેટાકંપનીઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સિયલ સિક્યોરિટીઝના વ્યવસાયોનો સમાવેશ થાય છે. કંપનીએ ‘eCOM’ અને ‘lnsta EMI કાર્ડ’ હેઠળ લોનની મંજૂરી અને વિતરણ પર RBI દ્વારા કંપની પર લાદવામાં આવેલા નિયમનકારી પ્રતિબંધના જવાબમાં જરૂરી ફેરફારો કર્યા છે. કંપનીએ આ પ્રતિબંધોની સમીક્ષા કરવા અને તેને દૂર કરવા માટે આરબીઆઈને ઔપચારિક રીતે વિનંતી કરી છે. અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AUM) 34% વધીને રૂ. 3,30,615 કરોડ થઈ હતી જે 31 માર્ચ, 2023 સુધીમાં રૂ. 2,47,379 કરોડ હતી. AUM Q4FY24માં રૂ. 19,647 કરોડ વધી હતી. વ્યાજની ચોખ્ખી આવક Q4FY24માં 28% વધીને Q4FY23માં રૂ. 6,254 કરોડથી રૂ. 8,013 કરોડ થઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)