અમદાવાદ, 7 મેઃ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે FY24ના માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1,307 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 960 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 7083 કરોડ (રૂ. 6297 કરોડ) નોંધાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 40નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.  ઓપરેટિંગ સ્તરે, EBITDA ગયા નાણાકીય વર્ષમાં રૂ. 1631.2 કરોડની સરખામણીએ 14 ટકા વધીને રૂ. 1872 કરોડ થયો છે. EBITDA માર્જિન 25.9 ટકાની સરખામણીએ 26.4 ટકા રહ્યું.

Q4FY24 યુએસની આવક વાર્ષિક ધોરણે 29 ટકા વધી $3 2.6 બિલિયન પર પહોંચી, જે QoQ 3 ટકાનો ઘટાડો. દર્શાવે છે. Q4FY24 ભારતની આવક રૂ. 11.3 બિલિયન નોંધાઇ છે જે YoY 12 ટકાનો ઘટાડો અને QoQ 5 ટકાનો ઘટાડો દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)