મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવી ફંડ ઑફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા

મુંબઈ: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના બે નવા ફંડ – મિરે એસેટ ગ્લોબલ ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઓવરસીઝ ઇક્વિટી એક્સચેન્જ  ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો અને સંબંધિત ટેક્નોલોજી, ઘટકો અને સામગ્રીના વિકાસ સાથે સંકળાયેલી કંપનીઓ પર આધારિત છે ) અને મિરે એસેટ ગ્લોબલ એક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઇટીએફ ફંડ ઓફ ફંડ (ગ્લોબલ X આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ટેક્નોલોજી ઈટીએફના એકમોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમનું ) રજૂ કરવાની જાહેરાત કરી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ભારતમાં રજૂ થનારી ભવિષ્યની ટેક્નોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ પર આધારિત આ પ્રકારના પ્રથમ ફંડ્સ છે. બંને એનએફઓ 16 ઓગસ્ટ, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થશે. ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં હશે.

પ્રશાંત રુઇયાએ ક્લીન અને ગ્રીન ઇન્ડિયા અભિયાનના નેતૃત્વનો સંકલ્પ કર્યો

મુંબઈ: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એસ્સાર કેપિટલના ડાયરેક્ટર પ્રશાંત રુઇયાએ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાની ખાતરી આપી છે અને સંકલ્પ લીધો છે તથા નવા વિઝન અને નવા જોમજુસ્સા સાથે ક્લીન અને ગ્રીન ઇન્ડિયા માટે અભિયાનનું નેતૃત્વ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.  ભારતની 75મી વર્ષગાંઠની કંપનીની ઉજવણી દરમિયાન બોલતા પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે આપણા દેશની સ્વતંત્રતાની હિરક જયંતિ (ડાયમન્ડ જ્યુબિલી) પર એસ્સારમાં આપણે અગ્રેસર થવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. આપણે એસ્સાર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આપણી જાતને નવા વિઝન અને નવા જોમજુસ્સા સાથે ફરી સમર્પિત કરીએ છીએ, રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા ઉદ્યોગસાહસિકતા અને આપણા 50 વર્ષનો અનુભવનો ઉપયોગ કરીને ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા માટે નેતૃત્વ લેવા અગ્રેસર છીએ. એ જ આપણા સ્વપ્નનું ભારત છે.

મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સે સહી કવર, ડિસ્કવર કેલ્ક્યુલેટર પ્રસ્તુત કર્યું

મુંબઈ: મનિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે વિશિષ્ટ ડિઝાઇન ધરાવતા ઓનલાઇન કેલ્ક્યુલેટર ‘મનિપાલસિગ્ના સહી કવર, ડિસ્કવર’ને પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે લોકોને તેમની જરૂરિયાતો માટે ઉચિત હેલ્થ વીમાકવચ પસંદ કરવામાં મદદરૂપ થાય એ માટે બનાવવામાં આવ્યું છે. મનિપાલસિગ્ના સહી કવર, ડિસ્કવર ઉદ્યોગમાં સૌપ્રથમ બનાવેલું કેલ્ક્યુલેટર છે, જે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે 24×7 સુલભ થઈ શકશે અને ગ્રાહકોને ઉચિત સ્તરના હેલ્થ વીમાકવચને નક્કી કરવામાં મદદરૂપ થશે. આ અતિ ઇનોવેટિવ, ઓનલાઇન અને સમય બચાવતી પ્રોડક્ટ છે, જે યુઝર્સને તેમના માટે અને તેમના પરિવારજનો માટે શ્રેષ્ઠ હેલ્થ વીમાયોજના નક્કી કરવાની સુવિધા આપે છે. કોઈ પણ વ્યક્તિ તેમના હાલના હેલ્થ વીમાકવચનું મૂલ્યાંકન કરીને જાણી શકે છે કે, તેમને હેલ્થકેર ધિરાણની જરૂર પડશે કે નહીં કે પછી તેમને વધારાના કવચની જરૂર છે કે નહીં. એકવાર ગણતરી પૂર્ણ થતાં યુઝરને ઉપયોગી હેલ્થ વીમાયોજનાની ભલામણ પણ મળશે, જે વ્યક્તિના કવચ અને જરૂરિયાતને સુસંગત હોય છે.

અદાણી લોજિસ્ટિક્સે ICD “Tumb” 835 કરોડમાં હસ્તગત કરી

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL)એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી રૂ. 835 કરોડમાં ICD “Tumb” (વાપી) હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં 50 લાખ TEUને હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત ICD હસ્તગત કરી છે. જે 129 એકર જમીન ક્ષમતા અને કાર્ગો વધારવાની વિસ્તરણ યોજનાનો ભાગ છે. “Tumb દેશના સૌથી મોટા ICDs પૈકીનું એક છે. ઓરિસ્સામાં 57 હજાર કરોડનું રોકાણ કરશે. ભારતમાં ઇન્ફ્રા, એનર્જી અને યુટિલિટી બિઝનેસનો સૌથી ઝડપથી વિકસતા અદાણી ગ્રૂપ ઓરિસ્સામાં બે પ્રોજેક્ટ માટે રૂ. 57,575 કરોડનું રોકાણ કરશે. ઉચ્ચ સ્તરીય ક્લિયરન્સ ઓથોરિટી (HLCA) એ 4MMTPA ઈન્ટિગ્રેટેડ એલ્યુમિના રિફાઈનરી અને 30MMTPA આયર્ન ઓર પ્રોજેક્ટ માટે અદાણી જૂથની દરખાસ્તને મંજૂરી આપી હતી. હજારો લોકોને રોજગારી આપશે. મેટલ એ નિર્ણાયક ચીજવસ્તુઓ છે જેમાં આપણું રાષ્ટ્ર આત્મનિર્ભર હોવું જોઈએ, અને આ પ્રોજેક્ટ્સ આત્માનિર્ભાર્તાના અમારા વિઝન સાથે ગ્રીન એલ્યુમિના ઉત્પન્ન કરવામાં મદદ કરશે રૂ. 57,575 કરોડનું મૂડી રોકાણ 9,300 પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કરશે અને ઓડિશામાં હજારો પરોક્ષ રોજગારીની તકો ખોલશે.

હેમકુંટ ફાઉન્ડેશન નોટ- ફોર- પ્રોફિટ કુશળતા વિકાસ કેન્દ્ર નિર્માણ કરશે

હેમકુંટ ફાઉન્ડેશને આજે બોલીવૂડના સુપરસ્ટાર અને યુથ આઈકોન રણવીર સિંહને ગૂડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હોવાની ઘોષણા કરી હતી. હેમકુંટ ફાઉન્ડેશને હમણાં સુધી શિક્ષણમાં 50,000થી વધુ લોકો પર પ્રભાવ પાડ્યો છે. હેમકુંટ ફાઉન્ડેશન સાથે ગુરુકુલ ખાંડવા, મધ્ય પ્રદેશમાં 25 એકરમાં ફેલાયેલું છે. તે દર વર્ષે 1000 વિદ્યાર્થીઓને કુશળતાની તાલીમ આપવા માગે છે. સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ /નોકરી વિશિષ્ટ તાલીમ મોડયુલ્સ દ્વારા ઉદ્યોગ માટે તૈયાર કરવા તાલીમ આપવાનો છે.

યસ બેંક બિઝનેસ ઓએનડીસી પર લાઇવ થવા સક્ષમ બનાવશે

મુંબઈ: યસ બેંકે ગ્રાહક વર્ગના સેલર સેગમેન્ટ વચ્ચે ઓપન નેટવર્ક ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)ની સ્વીકાર્યતાને સુવિધા આપવા અને તેમની ડિજિટલ કોમર્સની કામગીરી વધારવા સેલર-કેન્દ્રિત ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સેલરએપ સાથે જોડાણની જાહેરાત કરી હતી. ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક નેટવર્ક્સ પર તમામ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે ઓપન નેટવર્કને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઓએનડીસી વ્યૂહાત્મક પહેલ છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ડિજિટલ કોમર્સ ક્ષેત્રને સર્વસુલભ બનાવવાનો છે. આ અંગે ઓએનડીસીના એમડી અને સીઇઓ ટી કોશીએ કહ્યું હતું કે, યસ બેંક સેલરએપ સાથે વ્યૂહાત્મક પહેલ દ્વારા તેમના બિઝનેસ ક્લાયન્ટ્સને ઓએનડીસીનો ભાગ બનાવવા સક્ષમ બનાવશે.

એર ઇન્ડિયાએ અમદાવાદ અને પૂણે વચ્ચે પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી

નવી દિલ્હી: ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ અમદાવાદ અને પૂણે વચ્ચે એની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે 20 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. આ નવા રુટનો ઉમેરો બંને સ્માર્ટ સિટી તથા વિકાસતાં વાણિજ્યિક અને શૈક્ષણિક કેન્દ્રો વચ્ચે એર કનેક્ટિવિટી માટે વધતી માગ પૂરી કરશે. એર ઇન્ડિયા ફ્લાઇટ 0481 અમદાવાદ એરપોર્ટ પરથી 10:45 વાગે ઉડાન ભરશે અને પૂણે એરપોર્ટ પર 12:10 વાગે પહોંચશે. ફ્લાઇટ 0482 પૂણે એરપોર્ટ પરથી 12:40 વાગે ઉડાન ભરશે અને અમદાવાદ એરપોર્ટ પર 14:15 વાગે પહોંચશે. બંને શહેરો વચ્ચે પ્રવાસનો અંદાજિત સમય 85થી 95 મિનિટ વચ્ચે હશે. એર ઇન્ડિયા અત્યારે 70 નેરો બોડી વિમાનોનો કાફલો ધરાવે છે, જેમાંથી અત્યારે 54 કાર્યરત છે. બાકીના 16 વર્ષ 2023 સુધીની શરૂઆત સુધીમાં તબક્કાવાર સક્રિય થશે.

અમદાવાદ-પૂણે શીડ્યુલ – 20 ઓગસ્ટ, 2022થી

Flt DesgDept ArpDept TimeArvl ArpArrv TimeType
AI  0481AMD10:45PNQ12:10New

પૂણે-અમદાવાદ શીડ્યુલ – 20 ઓગસ્ટ, 2022થી

Flt DesgDept ArpDept TimeArvl ArpArrv TimeType
AI  0482PNQ12:40AMD14:15New

NSDC એ IITE અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કર્યા

ગાંધીનગર (ગુજરાત):  નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા (MSDE) મંત્રાલય હેઠળ કાર્ય કરતાં “સ્કીલ ઈન્ડિયા મિશન” માટે વ્યૂહાત્મક અમલીકરણ અને નોલેજ પાર્ટનર. દેશની સૌથી મોટી બે યુનિવર્સિટીઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે ભારત સરકારે એમઓયુ કર્યા. ભારતને વિશ્વની કૌશલ્ય રાજધાની બનાવવા માટે ફાળો આપતી આ અનેકાનિધ પહેલ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથેનો સહયોગ, રમકડાના ઉત્પાદન, બાળ મનોવિજ્ઞાન, તાલીમાર્થીઓ અને ટ્રેનર્સ પર રમકડાંની સામાજિક અસર, ભારત અને વિદેશમાં તેમની રોજગાર ક્ષમતાને વધારવા માટે લક્ષ્ય પ્રેક્ષકો અનુસાર કસ્ટમાઇઝ્ડ લેખનને લગતી વિવિધ કૌશલ્યો પૂરી પાડવાથી માંડીને પહેલની રેન્જ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યાં IITE સાથેની ભાગીદારી હાલના પ્રશિક્ષકોને અપકુશળ બનાવવા, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ પ્લેસમેન્ટની તકો શોધવા અને કૌશલ્ય અને શિક્ષણના ઇકોસિસ્ટમમાં સ્કિલ ડેવલોપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એમ.ઓ.યુ. પર શ્રી વેદ મણિ તિવારી, ચીફ ઓપરેટિંગ ઓફિસર અને કાર્યકારી CEO, NSDC અને ડૉ. હિમાંશુ પટેલ, રજિસ્ટ્રાર, IITE અને ડૉ. અશોક એન. પ્રજાપતિ, રજિસ્ટ્રાર, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.