Paytm Q1 ખોટ વધીને રૂ. 839 કરોડ
મુંબઇ, 19 જુલાઇઃ Paytm ચલાવતી One 97 Communications Ltdની Q1FY25 એકીકૃત ચોખ્ખી ખોટ એક વર્ષ અગાઉના રૂ. 357 કરોડથી અઢી ગણી વધીને રૂ. 839 કરોડ થઈ છે, કારણ કે કંપની આરબીઆઈના અંકુશોની અસરનો સામનો કરી રહી છે. આગલાં ત્રિમાસિકની સરખામણીએ ખોટ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 550 કરોડથી 50 ટકા વધી હતી. ફિનટેક ફર્મની કામગીરીમાંથી આવક Q1 FY25 માં 36 ટકા ઘટીને રૂ. 1,502 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 2,342 કરોડ હતી. રૂ. 1,502 કરોડની આવકમાંથી, પેમેન્ટ બિઝનેસે રૂ. 900 કરોડનું યોગદાન આપ્યું હતું, રૂ. 280 કરોડ નાણાકીય સેવાઓમાંથી આવ્યા હતા જ્યારે બાકીનું યોગદાન માર્કેટિંગ સેવાઓમાંથી આવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)