અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 646-679
IPO ખૂલશે | 30 જુલાઇ |
IPO બંધ થશે | 1 ઓગસ્ટ |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | 646-679 |
લોટ સાઇઝ | 22 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 27345162 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.1856.74 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 29 જુલાઈઃ અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (“AKUMS” અથવા “The Company”) શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને શેરદીઠ રૂ. 646-679ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથએ મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
ઓફર કરેલા શેર્સમાં સંજીવ જૈન દ્વારા 15,12,000 ઇક્વિટી શેર્સ, સંદીપ જૈન દ્વારા 1,512,000 ઇક્વિટી શેર્સ, (સામૂહિક રીતે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”) અને રૂબી ક્યુસી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ પીટીઈ (“રૂબી ક્યુસી” અથવા “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,43,06,435 ઇક્વિટી શેર્સ સુધીનો સમાવેશ થાય છે રૂબી ક્યુસીને એશિયામાં એક અગ્રણી હેલ્થકેર કેન્દ્રિત ખાનગી ઇક્વિટી ફંડ ક્વાડ્રિયા કેપિટલનું સમર્થન છે.
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 15 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની સંખ્યા સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સોમવાર, 29 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને તે દિવસે બંધ થશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટેના સમયગાળા હેઠળ મંગળવાર, 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને ગુરુવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે. બિડ ઓછામાં ઓછા 22 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 22 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરેઃ કંપની (1) કંપનીના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી માટે (2) તેની પેટાકંપનીઓ એટલે કે મેક્સક્યુર ન્યુટ્રાવેદિક્સ અને પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રાઈવેટના દેવાની ચૂકવણી/પૂર્વચૂકવણી (3)કંપનીની કાર્યકારી મૂડીની વધારાની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા (4) એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આદરવા અને (4) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કંપની દ્વારા ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસઃ
2004 માં સ્થપાયેલ, Akums Drugs and Pharmaceuticals Limited એ ફાર્માસ્યુટિકલ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CDMO) છે જે ભારત અને વિદેશમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને સેવાઓની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. કંપની મુખ્યત્વે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ તેમજ ફોર્મ્યુલેશનના સંશોધન અને વિકાસ (R&D), ભારતીય અને વૈશ્વિક બજારોમાં નિયમનકારી ડોઝિયર તૈયાર કરવા અને સબમિટ કરવા અને અન્ય પરીક્ષણ સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની બ્રાન્ડેડ દવાઓ અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) ના ઉત્પાદન અને વેચાણમાં પણ વ્યસ્ત છે.
કંપનીએ 60 થી વધુ ડોઝ સ્વરૂપોમાં કુલ 4,025 વ્યાપારીકૃત ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કર્યું છે. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીએ આવકની દ્રષ્ટિએ ભારતની ટોચની 30 ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંથી 26 માટે ફોર્મ્યુલેશન બનાવ્યું. તેના CDMO વ્યવસાય માટે, કંપની વાર્ષિક 49.21 બિલિયન યુનિટની સંચિત ઉત્પાદન ક્ષમતા સાથે 10 ઉત્પાદન એકમોનું સંચાલન કરે છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ અને એમ્બિટ પ્રાઈવેટ આ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)