એશિયન ગ્રેનિટોના ત્રિમાસિક વેચાણો 3 ટકા વધી રૂ. 343 કરોડ
અમદાવાદ, 7 ઓગસ્ટ: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે, કંપનીએ બિઝનેસની કાયાપલટ કરી, ખોટમાંથી નફો કરતી થઈ છે.કંપનીએ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 0.3 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માં રૂ. 3.6 કરોડની ચોખ્ખી ખોટ હતી. નાણાંકીય વર્ષ 24-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ ચોખ્ખા વેચાણમાં 3 ટકા વૃદ્ધિ નોંધાઈ છે જે નાણાંકીય વર્ષ 23-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 334.8 કરોડના ચોખ્ખા વેચાણની સામે રૂ. 343.2 કરોડ નોંધાયું છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 16.1 કરોડ (એબિટા માર્જિન 4.7 ટકા) હતી જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 9.6 કરોડ (એબિટા માર્જિન 2.9 ટકા) હતી.
જૂન 2024ના અંતે પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4.6 કરોડનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.6 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું સ્ટેન્ડઅલોન ચોખ્ખું વેચાણ રૂ. 277.6 કરોડ નોંધાયું હતું જ્યારે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 292.7 કરોડનું ચોખ્ખું વેચાણ હતું. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 7.9 કરોડ (એબિટા માર્જિન 2.8 ટકા) હતી જેમાં નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 3.8 કરોડ (એબિટા માર્જિન 1.3%) સામે વાર્ષિક ધોરણે 108 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે નિકાસ રૂ. 43.9 કરોડ નોંધવામાં આવી હતી, જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 41.8 કરોડની નિકાસની સરખામણીએ વાર્ષિક ધોરણે 5 ટકા વધુ હતી.
કંપનીના પરિણામો અને કામગીરી અંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “કંપનીએ નાણાંકીય વર્ષની શરૂઆત નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઉચ્ચ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી સાથે કરી છે. 4 જુલાઇ 2024ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીની અધિકૃત મૂડી પ્રત્યેક રૂ. 10ના 15 કરોડ ઇક્વિટી શેર્સની રૂ. 150 કરોડથી વધારીને રૂ. 320 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જેમાં પ્રત્યેક રૂ. 10ના 32 કરોડ ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે જે કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે.