Ola Electric IPO Listing Today: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ટોચની કેબ એગ્રિગેટર ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનો આઈપીઓ આજે લિસ્ટેડ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 76ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 6145.56 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.  ક્રવારના સોદા દરમિયાન Ola ઈલેક્ટ્રિકના શેર સવારે 10:00 વાગ્યાથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. ઓલા ઈલેક્ટ્રિકના શેર સિક્યોરિટીઝના ‘બી’ જૂથમાં લિસ્ટેડ થશે.

કેવુ રહેશે લિસ્ટિંગ?

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓ સબસ્ક્રિપ્શનની સ્થિતિ બજારના અંદાજ કરતાં ઓછી રહી હતી. ભારતીય શેરબજાર પણ દબાણ હેઠળ છે, તેથી ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓમાં ફ્લેટ ટુ ડિસ્કાઉન્ટેડ લિસ્ટિંગ હોઈ શકે છે. સૌથી ખરાબ કિસ્સામાં, એલોટમેન્ટ મેળવનાર રોકાણકારોને 5 ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. જ્યારે પ્રીમિયમમાં 10 ટકા સુધી ઉછાળો જોવા મળી શકે છે. ગ્રે માર્કેટમાં પણ ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓ ડિસ્કાઉન્ટ થયા છે. આજે રૂ. 3 ડિસ્કાઉન્ટ બોલાઈ રહ્યા છે.

ઓલા ઈલેક્ટ્રિક IPO લિસ્ટિંગ

ઓલા ઈલેક્ટ્રિક IPO લિસ્ટિંગ અંગે મહેતા ઈક્વિટીઝના રિસર્ચ વાઈસ પ્રેસિડન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, “લોકપ્રિય ઓલા ઈલેક્ટ્રિક IPOના સબ્સ્ક્રિપ્શન અપેક્ષા કરતા ઓછી રહ્યા હતા. સબસ્ક્રિપ્શનના આંકડા અને બજારોના મૂડને જોતા બેસ્ટ કેસમાં 5 ટકાથી 10 ટકાની રેન્જમાં ફ્લેટથી ડિસ્કાઉન્ટેડ લિસ્ટિંગની શક્યતાઓ જોવા મળી છે. નબળા નાણાકીય અને ભૂતકાળમાં નેગેટિવ નેટ કેશ ફ્લોના જોખમને કારણે આ લિસ્ટિંગ વાજબી ગણાશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ /ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)