Ola Electricનો આઈપીઓ ફ્લેટ લિસ્ટિંગ બાદ ઉછળ્યો, રોકાણકારોને લોટદીઠ આટલો ફાયદો
Ola Electric IPO Listing Gain: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ઓલા ઈલેક્ટ્રિક મોબોલિટીએ 0.01 પૈસા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ 17.77 ટકા ઉછળી 89.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 11.00 વાગ્યે 17.11 ટકા ઉછળી 89 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોને લોટદીઠ રૂ. 2632.5નો લાભ થયો છે.ઓલા ઈલેક્ટ્રિકે આઈપીઓ હેઠળ રૂ. 6145 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 76 સામે બીએસઈ ખાતે 75.99 પર જ્યારે, એનએસઈ ખાતે ફ્લેટ 76ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, લિસ્ટિંગ બાદથી શેર્સમાં સતત ઉછાળો જોવા મળ્યો હતો.ઓલાએ પોઝિટીવ લિસ્ટિંગ કરાવી ગ્રે માર્કેટ પ્રીમિયમને ખોટો ઠેરવ્યો છે. ગ્રે માર્કેટમાં ઓલાનો આઈપીઓ 3 રૂપિયા ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો હતો.ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ કુલ 4.45 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 5.53 ગણુ, એનઆઈઆઈ 2.51 ગણો અને રિટેલ 4.05 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કર્મચારીઓએ 12.38 ગણા બીડ ભર્યા હતા.