એર ઇન્ડિયાએ મહારાજા નમસ્તે પરંપરા ફરી શરૂ કરી

અમદાવાદઃ જ્યારે દુનિયા મહામારી દરમિયાન ભારતીયોને નમસ્તે કરવાનું શીખી હતી, ત્યારે એર ઇન્ડિયાની હાર્દરૂપ વેલ્યુ સિસ્ટમ મહારાજા નમસ્તેની પરંપરા શરૂ કરવા સાથે મહેમાનો કે પ્રવાસીઓને આવકારવા ફરી એક વાર ભારતીય આવકારવાની પરંપરાગત રીત નમસ્તે કરશે. મહારાજા નમસ્તેના વિશિષ્ટ એમ્બેસેડર રહ્યાં છે તથા એર ઇન્ડિયા તમામ એરપોર્ટ પર મહેમાનો-પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આવકારશે.

MG તાલ સીઝન-2: મ્યુઝિક આર્ટિસ્ટ માટે નેશનલ ટેલેન્ટ હંટ લોન્ચ

ગુરુગ્રામ: એમજી મોટર ઈન્ડિયા દ્વારા ઈન્ડી મ્યુઝિક આર્ટિસ્ટો માટે નેશનલ ટેલેન્ટ હંટ નયા સફર નઈ તાલ નામે એમજી તાલની સીઝન-2 લોન્ચ કરવામાં આવી છે. ઊભરતા કલાકારો માટે નક્કર પગલું તાલની સીઝન-2 આશાસ્પદ પ્રતિભાઓ દર્શાવવા પર કેન્દ્રિત છે. સોંગડ્યુ સાથે સહયોગમાં એમજી તાલ સીઝન-2નું લક્ષ્ય સંગીતમાં તેના મંચની વ્યાપક પહોંચ અને નિપુણતા સાથે ઊભરતા ઈન્ડી કલાકારોને મદદરૂપ થવાનું છે. એમજીની તાલ સીઝન-2 એક વર્ષનો પ્રોગ્રામ રહેશે. ટોચના બે વિજેતા કલાકારોને એમજી તાલના ચાર સૈદ્ધાંતિક પાયાઓ વ્યાપક સન્મુખતા, હકની પ્રસિદ્ધિ, ફળદ્રુપ સહભાગ અને મહત્ત્વપૂર્ણ અનુભવ મળશે. www.songdew.com/mgtaal પર આગળ વધો અને કન્ટેન્ટ ત્યાં પોસ્ટ કરો.

સુખમલ જૈનની BPCLના ડિરેક્ટર (માર્કેટિંગ) તરીકે નિમણૂક

મુંબઈ:  ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ ડિરેક્ટર (માર્કેટિંગ) તરીકે સુખમલ જૈનની નિમણૂક કરી છે. બોર્ડમાં પ્રમોશન અગાઉ જૈન કોર્પોરેટ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇનચાર્જ (માર્કેટિંગ કોર્પોરેટ) અને એ અગાઉ ગેસ બિઝનેસ યુનિટના હેડ હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાંથી એમબીએની ડિગ્રી ધરાવતા જૈન કંપનીમાં 35 વર્ષથી રિટેલ, એલપીજી અને ગેસ વર્ટિકલ્સમાં કેટલીક લીડરશિપ પોઝિશન ધરાવે છે. સુખમલ જૈન ગોવા નેચરલ  ગેસ પ્રાઇવેટ લિમિટેડ (જીએનજીપીએલ)ના ચેરમેન પણ છે.

કેપ્રિ લોન્સે 100+ શાખા સાથે ગોલ્ડ લોન બિઝનેસ શરૂ કર્યો

 મુંબઈ: એમએસએમઈ ક્રેડિટ અને હાઉસિંગ ફાઇનાન્સ પર કેન્દ્રિત અગ્રણી એનબીએફસી કેપ્રિ લોન્સ દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી – એનસીઆર, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 100 + શાખા સાથે તેના ગોલ્ડ લોન વેપારની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોલ્ડ લોન શાખાઓ AI- પાવર્ડ સિક્યુરિટી વોલ્ટ્સ ધરાવે છે. કંપનીનું લક્ષ્ય ઉત્તરીય અને પશ્ચિમી ભારતમાં નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક સુધી AI- પાવર્ડ સિક્યુરિટી વોલ્ટ્સ સાથે 200 ગોલ્ડ લોન શાખાઓ શરૂ કરવાનું છે. કંપની વિવિધ પુનઃચુકવણી વિકલ્પો સાથે 6 થી 12 મહિના સુધીની મુદત માટે ગોલ્ડ લોન્સ ઓફર કરશે. કેપ્રિ લોન્સ સ્પર્ધાત્મક વ્યાજ દરે કુલ ગિરવે મૂકેલા સોનાના 75 ટકા સુધી લોન પૂરી પાડશે. ઉપરાંત કંપની સોનાની વસ્તુઓના ગિરવે મૂકેલા મૂલ્યની સમકક્ષ પૂરક વીમો પણ ઓફર કરે છે. કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ શર્માએ જણાવ્યું કે, દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોનાં ટિયર 3, 4 અને 5 શહેરો પર વધુ આશા છે. આગામી પાંચ વર્ષમાં રૂ. 8000 કરોડનો ગોલ્ડ લોન બુક આકાર નિર્માણ કરવાનું અને નેટવર્ક 1500 શાખા સ્થળો સુધી લઈ જવાનું ધ્યેય રાખ્યું છે.