અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ તેમજ 24850ની સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. જેમાં સેલિંગ પ્રેશરનો સેકન્ડર રાઉન્ડ જોવા મળી શકે છે. ટેકનિકલી નિફ્ટીએ 24500ની સાયકોલોજિકલ તેમજ સપોર્ટ જાળવી રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 25150 પોઇન્ટ મજબૂત રેઝિસ્ટન્સ જણાય છે. આરએસઆઇ પણ ડેઇલી ચાર્ટ ઉપર રિવર્સલ ટ્રેન્ડ સૂચવે છે. સાથે સાથે એવરેજ લાઇનની નીચે રહેવા સાથે અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી સેલિંગ પ્રેશરનો સંકેત આપે છે. માટે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ હાથવગો રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

નિફ્ટી નિર્ણાયક રીતે 25,000 સપોર્ટ લેવલને તોડીને અને 5 ઓગસ્ટ પછીનો સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો નોંધાવવા સાથે, 6 સપ્ટેમ્બરના રોજ સરેરાશથી ઉપરના વોલ્યુમ સાથે ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી 293 પોઈન્ટ્સ અથવા 1.17 ટકા ઘટીને 24,852 થઈ ગયો હતો. આ ટૂંકા ગાળાના વલણમાં ઉપરથી નીચે તરફના શિફ્ટની પુષ્ટિ કરી શકે છે. તેથી, 24,500 (જે 50-દિવસના EMA સાથે સુસંગત છે) ઇન્ડેક્સ માટે આગામી સપોર્ટ તરીકે કામ કરી શકે છે, જ્યારે 25,050 પર અડચણ ઊંચી બાજુએ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 6 સપ્ટેમ્બરે તેમનું વેચાણ લંબાવ્યું કારણ કે તેઓએ રૂ. 620 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2121 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

નિફ્ટીઃ સપોર્ટ 24713- 24573, રેઝિસ્ટન્સ 25030- 25308

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50223- 49869, રેઝિસ્ટન્સ 51156- 51734

સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ એનબીએફસી, એનર્જી, ગ્રીન એનર્જી, આઇટી, ટેકનોલોજી, સિલેક્ટિવ રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ

સ્ટોક્સ ટૂ વોચઃ INDIGO, RELIANCE, SBIN, ZOMATO, TATATECH, HDFCBANK, LARSEN, TCS, ICICIBANK, PROTEAN

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)