BANDHAN બેન્કે ગૂડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) લેવાનું શરૂ કર્યું
કોલકાતા, 9 સપ્ટેમ્બર, 2024: બંધન બેન્કે આજે જાહેરાત કરી છે કે તેણે તેના ગ્રાહક પાસેથી તેમજ અન્ય કરદાતાઓ પાસેથી ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં ગૂડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) લેવાનું શરૂં કર્યું છે. આ સુવિધાથી બેન્કના ગ્રાહકો અને અન્ય કરદાતાઓ માટે ટેક્સ ભરવો સહેલો થઈ ગયો છે.
નવી સત્તા મળતા BANDHAN BANK ના ખાતેદારો તેમજ અન્ય કરદાતાઓ બેન્કના રિટેલ ઇન્ટરનેટ બેન્કિંગ અને કોર્પોરેટ ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ્સ મારફતે ઝડપથી, નિર્વરોધ અને સુગમતાથી જીએસટી ચેક, રોકડમાં કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરી શકશે.
બંધન બેન્ક હવે ભારતભરમાં 36 પૈકી 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 6300 બેન્કિંગ કેન્દ્રોના સુદૃઢ માળખા મારફતે 3.44 કરોડ ખાતેદારોને સેવા આપી રહી છે.
બંધન બેન્કના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર રાજીન્દર બબ્બરે જણાવ્યું હતું કે, GST જમા લેવાની કામગીરી સરકારી સેવાઓને ગ્રાહકો પૂરી પાડવાના પ્રયાસોમાં સફળ છે. સરકાર નાગરિકો માટે ઈઝ ઓફ બિઝનેસને વધારે મજબૂત બનાવી રહી છે ત્યારે બંધન બેન્ક તેની વધુ સારી ડિજિટલ અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓ વડે હકારાત્મક બદલાવ લાવવા પ્રત્યે પ્રતિબદ્ધ છે. બંધન બેન્ક ખાતે અમે જે કંઈ કરીએ એમાં ગ્રાહકને કેન્દ્રમાં રાખવામાં આવે છે. અમે માનીએ છીએ કે ગ્રાહકોની જરૂરિયાત સમજવી અને તેનું અનુમાન લગાવવું એ અપવાદરૂપ સેવા આપવાના કેન્દ્રમાં રહેલા છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.