DNA Wellness એ પ્લોઇડી ટેસ્ટનો વિશેષાધિકાર પ્રાપ્ત કર્યો
અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ ડીએનએ વેલનેસે ‘CERViSure’ નામથી જાણીતા આ ટેસ્ટની સાથે અમદાવાદમાં ગર્ભાશયના મુખના કેન્સરની નવા પ્રકારની જિનેટિક તપાસની સેવા પૂરી પાડનારી ભારતની પ્રથમ ટેસ્ટિંગ લેબોરેટરી પણ લૉન્ચ કરી વર્ષ 2027 સુધીમાં ભારતમાં 100 CERViSure ટેસ્ટિંગ લેબ્સની સ્થાપના કરવા માટે કંપની રૂ. 200 કરોડનું રોકાણ કરશે. રૂ. 5,500માં થતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે.
20થી 60 વર્ષની સ્ત્રીઓને ઓછામાં ઓછા ત્રણ વર્ષમાં એકવાર CERViSure ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.દર વર્ષે ભારતમાં તેના લગભગ 1.3 લાખ કેસો નોંધાય છે અને તેના કારણે 80,000 સ્ત્રીઓનું મૃત્યુ થઈ જાય છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી રીપોર્ટ 2023 દ્વારા એકઠાં કરવામાં આવેલા ડેટા મુજબ, ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં 17,000 સ્ત્રીઓને ગર્ભાશયના મુખનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું, જ્યારે ગર્ભાશયના મુખના કેન્સરથી પીડાતા 1,800 દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં.
ગર્ભાશયના મુખના કેન્સરની જાણકારી મેળવવામાં ખૂબ મોટી સફળતા ગણાતો CERViSure ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં બે વર્ષ પહેલાં જ કેન્સરજન્ય કોષોને ઓળખી કાઢવામાં મદદરૂપ થાય છે. આ ટેસ્ટ 100%વિશેષતા અને 98%સંવેદનશીલતાની સાથે ઘણી ઊંચી સચોટતા ધરાવે છે.ઑક્ટોબર 2024 સુધીમાં કંપની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આવી અલાયદી લેબોરેટરીઓનું અનાવરણ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)