Syrma SGS IPO શુક્રવારે લિસ્ટેડ થશે, જાણો શું રહેશે સ્થિતિ
- ગ્રે માર્કેટમાં (અન ઓફિશિયલ) રૂ. 25-60 વચ્ચે બોલાતું પ્રિમિયમ
- ડ્રીમ ફોક્સનો આઇપીઓ બીજા દિવસના અંતે 6.09 ગણો છલકાયો
અમદાવાદઃ આઈપીઓ માર્કેટમાં બે માસ બાદ ચહલ પહલ જોવા મળી છે. વોલેટાઈલ માર્કેટમાં આઈપીઓ લાવવાનું સાહસ કરનાર Syrma SGSનો રૂ. 840 કરોડનો આઈપીઓ શુક્રવારે મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. આઈપીઓમાં ચૂકી જનાર તેમજ શેર ન લાગનાર રોકાણકારો ગ્રે માર્કેટમાંથી સિરમા એસજીએસના શેરની ખરીદી કરી રહ્યા છે. ગ્રે માર્કેટમાં ઈશ્યૂ પ્રાઈઝ 220 સામે રૂ. 55 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. અમુક ઈન્વેસ્ટર રૂ. 60 પ્રિમિયમે ખરીદી કરવા તૈયાર હોવાનુ બ્રોકર્સે જણાવ્યુ છે. લિસ્ટિંગ 30થી 40 ટકા પ્રિમિયમે થવાનો અંદાજ આપી રહ્યા છે.
પ્રાઈમરી માર્કેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં સૌથી વધુ પ્રતિસાદ મેળવવામાં બીજા ક્રમે રહેનાર Syrma SGS આવતીકાલે શુક્રવારે બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવવા જઈ રહી છે. કંપની રૂ. 220ની ઈશ્યૂ પ્રાઈસ સાથે રૂ. 840 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. જે 32.61 ગણો ભરાયો હતો. રિટેલ સહિત તમામ કેટેગરીના રોકાણકારોએ Syrma SGS પર મુકેલો વિશ્વાસ જાળવવામાં સફળ થશે કે નહીં તેની જાણ શુક્રવારે થશે. પરંતુ વિવિધ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ અહેવાલો અનુસાર, Syrma SGSનું લિસ્ટિંગ પ્રિમિયમમાં રહેવાનો અંદાજ છે.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 34 હજાર કરોડના 17 આઈપીઓ યોજાયા
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી કુલ 34207 કરોડના 17 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ પ્રતિસાદ અર્થાત સબ્સ્ક્રાઈબ થનાર આઈપીઓ કેમ્પસ એક્ટિવવેર હતો. જે 51.75 ગણો ભરાયો હતો. બીજા ક્રમે Syrma SGS છે.
Dreamfolks services આઈપીઓની બીજા દિવસે સ્થિતિ
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન(x) |
QIB | 0.60 |
NII | 8.40 |
Retail | 19.10 |
કુલ | 6.09 |
ACCની બાયબેક ઓફર શુક્રવારથી શરૂ થશે
Issue Period | Aug 26, 2022 – Sep 9, 2022 |
Security Name | ACC Limited |
Issue Type | Open Market Through Stock Exchange |
Issue Size (Amount) | ₹11,259.98 Crores |
Buyback Price | ₹2300 per share |
Face Value | ₹10 per share |
Listing At | BSE, NSE |
એસએમઇ આઇપીઓ કેલેન્ડર
Company | Open | Close |
EP Biocomposites | 29 Aug | 5 Sep |
Jay Jalaram Techno. | 26 Aug | 30 Aug |
Dipna Pharma | 25 Aug | 30 Aug |
Ameya Precision | 25 Aug | 30 Aug |