સ્વસ્તિક પાઇપ્સના SME IPOને મંજૂરી
મુંબઈ/નવી દિલ્હી: વિશિષ્ટ પાઈપ ઉત્પાદક, સ્વસ્તિક પાઈપ્સ લિમિટેડને NSE Emerge તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી મળી છે. તેણે તાજેતરમાં NSE ઇમર્જ માટે ફાઈલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો. ઇશ્યૂના કદમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ₹.10/-ની ફેસ વેલ્યુના 62.51 લાખ સુધીના ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે.
કંપની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા 62.51 લાખ શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. લગભગ 40 ટકા ઇશ્યૂ QIB માટે, લગભગ 20 ટકા HNI માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. કંપનીએ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને ઈસ્યુના લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે સ્કાયલાઈન ફાયનાન્સિયલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડને ઈસ્યુના રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્વસ્તિક પાઇપ્સને સંદીપ બંસલ, અનુપમા બંસલ, શાશ્વત બંસલ અને ગીતા દેવી અગ્રવાલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. કંપની 1973 થી T.T. સ્વસ્તિક બેન્ડ ઉચ્ચ ગુણવત્તાની માઇલ્ડ સ્ટીલ/કાર્બન સ્ટીલ ERW બ્લેક અને ગેલ્વેનાઈઝ્ડ પાઇપ્સ/ટ્યુબની અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે. તે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રતિ માસ 20,000 MT ની ઉત્પાદન ક્ષમતા સાથે બે અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. . તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં, કંપનીએ સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર, સ્ટીલ ટ્યુબ્યુલર પોલ્સ, ગ્રામીણ વિદ્યુતીકરણનું જીઆઈ સ્ટ્રક્ચર વગેરેના ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ કર્યું છે.
કંપનીના મુખ્ય ગ્રાહકો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, કોલ ઈન્ડિયા, ડીએમઆરસી, ઈઆઈએલ, હિન્દુસ્તાન ઝિંક, એલ એન્ડ ટી, નાલ્કો, એનટીપીસી, એબીબી લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.
કયા કયા દેશોમાં વ્યાપ ધરાવે છે
યુએસએ, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, કતાર, જર્મની, બેલ્જિયમ, મોરેશિયસ, ઇથોપિયા અને કુવૈત, સહિતના ઘણા દેશોમાં ગ્રાહકો ધરાવે છે.