Yes Bankએ ફિનટેક ગિફ્ટ સિટી સાથે MOU કર્યા

ગાંધીનગર: યસ બેન્કે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર અને સ્માર્ટ સીટી GIFT City સાથે ફિનટેક્ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. એમઓયુના ભાગરૂપે ગિફ્ટ સીટી અને યસ બેન્ક ફિનટેક ઈનોવેશન અને ફિનટેકની ઉભરતી કંપનીઓને પ્રોત્સાહન આપવા માગે છે. ફિનટેક્ સ્ટાર્ટઅપને પ્રમોટ કરવામાં આવશે. જે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સંબંધિત પ્રોગ્રામ્સ હાથ ધરી ગિફ્ટ સિટીને દેશનું ફિનટેક હબ બનાવવામાં મદદ કરશે. યુવા ઈનોવેટર્સને ફિનટેક્ ડોમેઈનમાં પોતાની કુશળતા દર્શાવવાની તકો આપશે. ગિફ્ટ સિટી અને યસ બેન્ક અન્ય ફિનટેક કંપનીઓ વચ્ચે મેનેજમેન્ટ અને વેપાર પ્રક્રિયા, પેમેન્ટ, ધિરાણ, નાણાકીય આયોજન, વીમા તકનીક, રેગ્યુલેટરી ટેક્નોલોજી, વેલ્થ મેનેજમેન્ટ, ફિનટેક ડોમેનમાં બુટકેમ્પ્સ, હેકાથોન અને ઇન્ક્યુબેશન જેવા ઈનોવેટીવ અને ઉદ્યોગસાહસિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા તેમજ અમલમાં મૂકવા માટે પણ હાથ મિલાવશે. આ અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારતના ફિનટેક હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે અને અમે યસ બેન્ક સાથે હાથ મિલાવીને ફિનટેક સ્પેસમાં વૈશ્વિક સ્તરે ફિનટેક હબ તરીકે ઉભરી આવવા મદદ મળશે. આ એમઓયુ દ્વારા, અમારું લક્ષ્ય ગિફ્ટ સિટીમાં ફિનટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવાનો છે. YES BANKના એમડી અને સીઈઓ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે YES BANK IFSC બેન્કિંગ યુનિટ (IBU) ગિફ્ટ સિટી સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરી છે. ઑક્ટોબર 2015માં GIFT IFSC પર લાઇવ થનારી પ્રથમ બેન્ક હોવાને કારણે, બેન્કે નોંધપાત્ર બેલેન્સ શીટ અને ઈન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ સાથે તેની IBU ફ્રેન્ચાઇઝીનું વિસ્તરણ કરવા સતત રોકાણ કર્યું છે.

મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝે પ્લેટફોર્મ ‘રિસર્ચ 360’ લોન્ચ કર્યું

 મુંબઈ: મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ (એમઓએફએસએલ) દ્વારા માર્કેટ રિસર્ચ અને એનાલિસિસ પ્લેટફોર્મ ‘રિસર્ચ 360’ના લોન્ચ કરાયું છે. રોકાણકારો તથા ટ્રેડરો માટે ટેક્નિકલ રિસર્ચનો વિગતવાર અભ્યાસ માટે આ પ્લેટફોર્મની મદદ વડે રોકાણકારો તથા ટ્રેડરો ઈક્વિટી, ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફન્ડસ, થિમેટિક અને મોડેલ પોર્ટફોલિઓ વગેરે જેવા વિવિધ સેગમેન્ટસમાં રોકાણના માહિતીસભર નિર્ણય લઈ શકશે. ડીઆઈવાય શ્રેણીના રોકાણકારો તથા તૈયાર રિસર્ચ સોલ્યુશન્સ મેળવવા માગતા રોકાણકારો બન્ને માટે ‘રિસર્ચ 360’ એપ્પ એક સરળ સાધન બની રહેશે. નાણાં વર્ષ 2023માં ડિજિટલ પ્રોડક્ટ પોર્ટફોલિઓના વિસ્તરણ કાર્યક્રમના ભાગરૂપ આ ‘રિસર્ચ 360’ લોન્ચ કરાયું છે. ટેકનો-ફન્ડા સ્કેનર્સ પ્રાઈસ, વોલ્યુમ, ફન્ડામેન્ટલ, ટેકનિકલ ઈન્ડિકેટર્સ વગેરેને લગતા 200થી વધુ સ્કેન્સમાંથી અનુભવી રોકાણકારોને એક જ મેનુમાં લાભ પૂરા પાડે છે. સ્વોટ એનાલિસિસ, સ્ટોકસ સરખામણી, એફએનઓ એનાલિટિકસ, એમઓના સંસ્થાકીય ઈક્વિટીસ રિસર્ચ રિપોર્ટ અને શ્રેષ્ઠ રોકાણકાર પોર્ટફોલિઓ જેવી અન્ય મહત્વની વિશિષ્ટતાઓ પણ આ એપમાં પૂરી પાડવામાં આવી રહી છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ લિ, બ્રોકિંગ તથા ડિસ્ટ્રીબ્યુશનના સીઈઓ અજય મેનને જણાવ્યું કે, ઈક્વિટી બજારો તરફ રિટેલ રોકાણકારોનો ધસારો થઈ રહ્યો છે. છેલ્લું ઓફરિંગ્સ રિસર્ચ 360મોતીલાલ ઓસવાલના શ્રેષ્ઠ રિસર્ચ રિપોર્ટ દરેક રોકાણકારોને પૂરા પાડશે અને તેમને માહિતીસભર નિર્ણય લેવામાં મદદ કરશે.

ક્વિક્લીઝ ઇલેક્ટ્રિક મોબિલિટી લીઝિંગ સ્પેસમાં કામગીરી વધારશે

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ/એમએમએફએસએલ)ના વ્હિકલ લીઝિંગ અને સબસ્ક્રિપ્શન બિઝનેસ ક્વિક્લીઝે આજે ઇલેક્ટ્રિક મોબિલિટી લીઝિંગ સ્પેસમાં એના વિસ્તરણની યોજના જાહેર કરી હતી. કંપની હવે એના પાર્ટનર્સને ઇલેક્ટ્રિક 3 વ્હીલર અને 4 વ્હીલર માટે કસ્ટમાઇઝ લીઝિંગ અને સબસ્ક્રિપ્શન સોલ્યુશન્સ ઓફર કરશે. ક્વિક્લીઝે છેલ્લાં 12 મહિનામાં 1000થી વધારે ઇલેક્ટ્રિક વાહનોને ધિરાણ આપ્યું છે, જેમાં પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલર્સ સામેલ છે. ક્વિક્લીઝે 15થી વધારે ઇલેક્ટ્રિક લાસ્ટ માઇલ મોબિલિટી ડિલિવરી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, જેમાં MoEવિંગ અર્બન ટેકનોલોજીસ, ટેરાગો લોજિસ્ટિક્સ સામેલ છે. કંપનીએ લિથિયમ અર્બન, બ્લૂસ્માર્ટ મોબિલિટી અને એમ્બેસેડર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સહિત કેટલીક ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રોવાઇડર્સ સાથે પણ જોડાણ કર્યું છે. મહિન્દ્રા ફાઇનાન્સના સીઓઓ રાઉલ રિબેલોએ કહ્યું કે, ક્વિક્લીઝ બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, મુંબઈ અને નોઇડા જેવા ટિઅર 1 શહેરોમાં તથા પૂણે, ઇન્દોર અને નાગપુર જેવા ટિઅર 2 શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો ભાડાપટ્ટે ધરાવે છે. અત્યારે આ ઇલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટા પોર્ટફોલિયો પૈકીનો એક ધરાવે છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હુન્ડાઈ, મર્સિડિઝ-બેન્ઝ સહિત તમામ ઓઇએમમાં ઇલેક્ટ્રિક 4 વ્હીલર તથા મહિન્દ્રા ઇલેક્ટ્રિક, પિયાજિયો, ઓમેગા સેઇકી વગેરેમાંથી ઇલેક્ટ્રિક 3 વ્હીલર લોડ વાહનો ઇ-કોમર્સ ફ્લીટ ઓપટેર્સને પૂરાં પાડે છે.