ટ્રાન્સયુનિયન સિબિલએ મહિલા ઋણધારકો પર ઉપયોગી જાણકારી આપતો વાર્ષિક રિટેલ ધિરાણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં વિશ્લેષણ ભારતના ગ્રામીણ અને શહેર એમ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણમાં ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. ભારતની અંદાજિત 1400* મિલિયનની વસ્તીમાં પુખ્ત વયની મહિલાઓની વસ્તી 435* મિલિયન છે, જેમાંથી આશરે 54 મિલિયન મહિલાઓ જ સક્રિય ઋણધારકો છે. આ આંકડા સમગ્ર ભારતમાં મહિલાઓને ધિરાણની સુલભતા પ્રદાન કરવાની અને નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપીને તેમના સશક્તિકરણની પ્રચૂર સંભવિતતા પ્રસ્તુત કરે છે.

ઊંચી વૃદ્ધિ, શ્રેષ્ઠ ક્રેડિટ પ્રોફાઇલ અને ધિરાણની ચૂકવણીમાં ચૂકના અતિ ઓછા દર સાથે મહિલાઓ શક્તિશાળી ઉપભોક્તા સેગમેન્ટ તરીકે બહાર આવી

વિશ્લેષણમાંથી ઉપયોગી જાણકારીઓ દર્શાવે છે કે, છેલ્લાં 5 વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (સીએજીઆર) 19 ટકાના દરે વધી છે, જ્યારે સમાન ગાળા દરમિયાન મહિલા ઋણધારકોની સંખ્યામાં 14 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ થઈ છે. વર્ષ 2021માં મહિલા ઋણધારકોનો હિસ્સો 29 ટકા વધ્યો છે – જે વર્ષ 2016માં 25 ટકાની વૃદ્ધિથી વધારે છે (જુઓ ટેબલ 1 – ભારતના રિટેલ ધિરાણ બજારમાં મહિલાઓનો હિસ્સામાં વધારો). મહિલા માટે ધિરાણની પહોંચ (કુલ પુખ્ત વસ્તીમાં ઋણધારકોની ટકાવારી) વર્ષ 2021માં વધીને 12 ટકા થઈ હતી, જે વર્ષ 2016માં 6 ટકા હતી. રિટેલ ધિરાણ1ની બાકી નીકળતી કુલ રકમની દ્રષ્ટિએ મહિલા ઋણધારકોનો હિસ્સો 23 ટકા છે. કોવિડ મહામારી પછી પણ મહિલા ઋણધારકોમાં વૃદ્ધિ જળવાઈ રહી છે, જેમાં મહિલા ઋણધારકોએ 11 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવી છે, જે કેલેન્ડર વર્ષ 2021માં પુરુષો ઋણધારકોના 6 ટકા વૃદ્ધિદર કરતાં વધારે છે.

ટેબલ 1. ભારતના રિટેલ ધિરાણ બજારમાં મહિલા ઋણધારકોની સંખ્યામાં વધારો
મહિલા ઋણધારકો પર ઉપયોગી આંકડાકેલેન્ડર વર્ષ 2016કેલેન્ડર વર્ષ 2016ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર)
મહિલાઓ માટે ધિરાણની સુલભતા
મહિલા ઋણધારકોની સંખ્યા (મિલિયન)22.554.019%
ધિરાણનો હિસ્સો (કુલ ઋણધારકોમાં)25%29%
ધિરાણની અરજીની સંખ્યા (ઇન્ક્વાયરી) (મિલિયન)16.355.328%
અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ઇન્ક્વાયરીનો હિસ્સો38%46%
18થી 30 વર્ષની વયજૂથ પાસેથી ઇન્ક્વાયરીનો હિસ્સો25%30%
વિતરણ થયેલી લોનની સંખ્યા (મિલિયન)24.451.616%
ઉપભોગ માટે વિતરણ થયેલી લોનની સંખ્યા (મિલિયન)3.914.731%
ન્યૂ ટૂ ક્રેડિટ (એનટીસી) ઉપભોક્તાઓને વિતરણ થયેલી લોન8.19.63%
લોનની સરેરાશ સાઇઝ (રૂ. હજાર)148.7145.6
બાકી નીકળતી રકમ (રૂ. ટ્રિલિયન)5.012.420%
બાકી નીકળતી રકમમાં હિસ્સો21%23%
ધિરાણની પહોંચ (પુખ્ત વસ્તીની % તરીકે)6%12%
મહિલાઓ માટે ક્રેડિટ પ્રોફાઇલ
કેલેન્ડર વર્ષ 2021માં આંકડાપુરુષો
પ્રાઇમ2 સ્કોર રેન્જમાં ઋણધારકો53%47%
ઉપભોક્તા-સ્તરે 90+ ડેલિન્ક્વેન્સી5.2%6.9%
મહિલા ઋણધારકો પર ભૌગોલિક ઉપયોગી જાણકારી
મહિલા ઋણધારકોની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્યતમિલનાડુ (8.52 મિલિયન)
મહિલા ઋણધારકોની સૌથી ઊંચી વૃદ્ધિ ધરાવતું રાજ્યગુજરાત (છેલ્લાં પાંચ વર્ષમાં 23% સીએજીઆર)
મહિલા ઋણધારકોમાં લોકપ્રિય ધિરાણ ઉત્પાદનો
મહિલા ઋણધારકોમાં સૌથી વધુ લોકપ્રિય ટોચના ત્રણ ધિરાણ ઉત્પાદનો (કેલેન્ડર વર્ષ 2021)ગોલ્ડ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, પર્સનલ લોન
મહિલા ઋણધારકોનું વયજૂથ મુજબ વિતરણ
વયજૂથ (વર્ષમાં) કેલેન્ડર વર્ષ 2021
18_256%
25_3011%
30_3515%
35_4529%
45+38%

સ્તોત્રઃ ટ્રાન્સયુનિયન સિબિલ ડેટા

આ ઉપયોગી જાણકારી પર ટ્રાન્સયુનિયન સિબિલના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુશ્રી હર્ષલા ચંદોરકરે કહ્યું હતું કેઃ “મહિલાઓ તેમની કામગીરીની નોંધ લેવા ફરજ પાડી રહી છે અને ઊંચી વૃદ્ધિ, શ્રેષ્ઠ ક્રેડિટ પ્રોફાઇલ્સ અને લોનની ચૂકવણીમાં ચૂકના નીચા દર સાથે ભારતના રિટેલ ધિરાણ બજારમાં શક્તિશાળી કન્ઝ્યુમર સેગમેન્ટ તરીકે બહાર આવી છે. ભારતના ધિરાણ ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન સાથે મહિલાઓ હવે સરળતાપૂર્વક તેમના જીવનના પ્રાથમિક લક્ષ્યાંકો જેમ કે શિક્ષણ, ઘર, કાર, ઉદ્યોગસાહસિકતા તથા હોલેડિઝ, સ્માર્ટફોન અને અદ્યતન કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા અન્ય આકાંક્ષી લક્ષ્યાંકો પૂર્ણ કરવા સરળતાપૂર્વક વાજબી ધિરાણની તકોનો વધારે લાભ લઈ શકે છે. ભારતના રિટેલ ધિરાણ બજારમાં મહિલા ભાગીદારોમાં વધારો થવાથી નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક વિકાસ પર વિસ્તૃત આર્થિક પરિબળો સકારાત્મક અસર થઈ છે, તો આપણા અર્થતંત્રને પાંચ ટ્રિલિયન રૂપિયાની વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ પાર પાડવા માટેનો માર્ગ વધારે મોકળો થયો છે.”

ઉપરાંત રિપોર્ટ દર્શાવે છે કે, મહિલા ઋણધારકો સ્કોરનું શ્રેષ્ઠ વિતરણ ધરાવે છે. કેલેન્ડર વર્ષ 2021 સુધી 53 ટકા મહિલા ઋણધારકો પ્રાઇમ2 અને એનાથી વધારે સ્કોર ધરાવતી હતી, જે 47 ટકા પુરુષ ઋણધારકોની સરખામણીમાં વધારે છે. મહિલા ઋણધારકો માટે 90+ ડેઝ-પાસ્ટ-ડ્યુ (ડીપીડી) કન્ઝ્યુમર-લેવલ ડેલિન્ક્વેન્સી રેટ તમામ રિટેલ પ્રોડક્ટમાં 5.2 ટકા છે, જ્યારે પુરુષ ઋણધારકો માટે આ રેટ 6.9 ટકા છે, જે મહિલાઓ વધારે શિસ્તબદ્ધ ઋણધારકો હોવાનો સંકેત આપે છે.

મહિલાઓ દ્વારા લાભ લેવામાં આવતા ધિરાણ ઉત્પાદનોના પ્રકાર પર રિપોર્ટ જણાવે છે કે, પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન્સ જેવા પર્સનલ ફાઇનાન્સ ઉત્પાદનો વધારે લોકપ્રિયતા હાંસલ કરી રહ્યાં છે. વધારે મહિલાઓ વર્કફોર્સમાં સામેલ થવાથી અને નાણાકીય રીતે પગભર થવાથી તેમના જીવનના ખર્ચને પૂર્ણ કરવા ધિરાણ માટે તેમની જરૂરિયાત પણ વધી રહી છે. નવા ધિરાણકારો વધવાથી અને ભૌગોલિક પહોંચ વધવાથી આ પ્રકારના ધિરાણ ઉત્પાદનોની સુલભતા પણ વધી છે.

અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોની સંખ્યામાં વધારો

ટ્રાન્સયુનિયન સિબિલનો રિપોર્ટ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોની સંખ્યામાં વધારાનો સંકેત પણ આપે છે, જે કેલેન્ડર વર્ષ 2016થી કેલેન્ડર વર્ષ 2021 વચ્ચે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 16 ટકા વૃદ્ધિની સરખામણીમાં 21 ટકાના સીએજીઆર દરે વધ્યો છે. આ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો કુલ હિસ્સો શહેરી વિસ્તારોની સરખામણીમાં વધીને 62 ટકા છે, જે સમાન ગાળા દરમિયાન 5 ટકાનો વધારો છે.

ચંદોરકરે ઉમેર્યું હતું કે, “મહિલા ઋણધારકોએ ધિરાણ ક્ષેત્રમાં આકર્ષક સેગમેન્ટ ઊભું કર્યું છે તથા ધિરાણ ઉદ્યોગ અને નીતિનિર્માતાઓ દ્વારા સારો ટેકો મળવાથી દેશમાં આર્થિક વિકાસમાં નવસંચાર અને નાણાકીય સર્વસમાવેશકતામાં નોંધપાત્ર પ્રદાન થઈ શકે છે. મહિલાઓ માટે નાણાકીય સ્વનિર્ભરતાના મજબૂત વિકલ્પો, ધિરાણની તકોમાં વધારો તેમજ ધિરાણ મેળવવાનો અનુભવ – લાંબા ગાળે ભારતમાં મહિલાઓનું વધારે સશક્તિકરણ કરશે.”

મહિલાઓ વચ્ચે ધિરાણ પ્રત્યે જાગૃતિમાં ઝડપથી વધારો

કેલેન્ડર વર્ષ 2021માં 5.7 મિલિયન મહિલાઓએ તેમનો સિબિલ સ્કોર અને રિપોર્ટ મેળવ્યો હતો. જાગૃતિમાં વધારો અને ધિરાણના લાભની સમજણ ઉપરાંત ભારતના ધિરાણ બજારમાં મહિલાઓની ભાગીદારી વધી છે, જેમાં કેલેન્ડર વર્ષ 2021માં સેલ્ફ-મોનિટરિંગ3 મહિલા ઉપભોક્તાઓનો હિસ્સો 17 ટકા થયો છે, જે કેલેન્ડર વર્ષ 2020માં 14 ટકાથી વધારે છે.

ટ્રાન્સયુનિયન સિબિલના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ સુજાતા અહલાવતે સલાહ આપતાં કહ્યું હતું કે, “મહિલાઓ વધારે સારી ઋણધારકો પુરવાર થઈ રહી છે, કારણ કે તેમણે પુરુષ ઋણધારકોની સરખામણીમાં ધિરાણ પ્રત્યે ઊંચી જવાબદારી અને શ્રેષ્ઠ ક્રેડિટ સ્કોર દર્શાવ્યો છે. વધુને વધુ મહિલાઓ નાણાકીય રીતે પગભર થવાની સાથે તેમણે જ્યારે જરૂર પડે ત્યારે ધિરાણનો લાભ લેવા સારી ક્રેડિટ પ્રોફાઇલ ઊભી કરવા પણ કામ કરવું જોઈએ. પોતાના સિબિલ રિપોર્ટ અને સ્કોર પર નિયમિતપણે નજર રાખવાથી તેમને નાણાકીય શિસ્તબદ્ધતા જાળવવા અને નાણાકીય લક્ષ્યાંકો પાર પાડવામાં આયોજન કરવામાં પણ મદદ મળશે.”

સેલ્ફ-મોનિટરિંગ મહિલા ઋણધારકોએ લીધેલા લોનના પ્રકારની દ્રષ્ટિએ પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબ્લ લોનની સંખ્યા સૌથી વધુ છે, જેમાં 43 ટકાએ પર્સનલ લોન અને 19 ટકાએ કન્ઝ્યુમર ડ્યુરેબ્લ લોન લીધી છે.

કેલેન્ડર વર્ષ 2021 માટે રિપોર્ટ દર્શાવે છે કે, પોતાનો સિબિલ સ્કોર ચકાસ્યા પછી સંપૂર્ણપણે 40 ટકા સેલ્ફ-મોનિટરિંગ મહિલા ઉપભોક્તાઓએ તેમની ક્રેડિટ પ્રોફાઇલ સુધારવા અને તેમનો સિબિલ સ્કોર વધારે સારો કરવા કામ કર્યું હતું. પોતાનો સિબિલ સ્કોર સુધારનારી સેલ્ફ-મોનિટરિંગ મહિલા ઉપભોક્તાઓ વચ્ચે 43 ટકા મહિલાઓનો સ્કોર 20 પોઇન્ટથી વધારે વધ્યો હતો.

અહલાવતે વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “અમારો રિપોર્ટ સૂચવે છે કે, ધિરાણ પ્રત્યે જાગૃતિ આવવાનો સીધો સંબંધ ધિરાણના સકારાત્મક અભિગમ સાથે છે. ઉપભોક્તાઓ વધારે સારા સિબિલ સ્કોરના મહત્વથી વાકેફ થયા હોવાથી તેઓ સમયસર લોન ચુકવવા અને લોન અને ક્રેડિટ કાર્ડ પર સુમાહિતગાર નિર્ણયો લઈને લોનની પુનઃચુકવણી કરી રહ્યાં છે. ટ્રાન્સયુનિયન સિબિલ ઉપભોક્તાઓ વચ્ચે ધિરાણના વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ લાવવા કટિબદ્ધ છે તથા તેમને ધિરાણની ઝડપી અને વાજબી સુલભતા માટે સારી ક્રેડિટ પ્રોફાઇલ બનાવવા મદદ કરી રહી છે.”