સચિન બંસલ-પ્રમોટેડ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (‘NBFC-ND-SI’) અને NBFC-MFI તરીકે ‘માઇક્રો ફાઇનાન્સ’માં સંકળાયેલી નવી ટેકનોલોજીસ લિમિટેડ (NAVI)એ સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીએ ફ્રેશ ઇશ્યૂ મારફતે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) થકી રૂ. 3,350 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. નવીએ નીચેના ઉદ્દેશો માટે આઇપીઓ મારફતે પ્રાપ્ત થનાર ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરી છેઃ

ફંડનો ઉપયોગ NFPL અને NGILમાં રોકાણ માટે કરશે
કંપની ડિજિટલ પર્સનલ લોન, ડિજિટલ હોમ લોન્સ અને પ્રોપર્ટી સામેલ લોન, કન્ઝ્યુમર હેલ્થ વીમામાં ડિજિટલ ડાયરેક્ટ અને પેસિવ ફંડ સાથે ડિજિટલ એસેટ મેનેજમેન્ટ ઓફર કરે છે
ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ, BOFA સીક્યોરિટીઝ, ક્રેડિટ સૂસ્સી સીક્યોરિટીઝ (ઇ) પ્રા. લિ., એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ
કાયદેસર સલાહકારોઃ સીરિલ અમરચંદ મંગળદાસ, ઇન્ડસલૉ અને સિડની ઓસ્ટિન એલએલપી 

1. પેટાકંપનીઓ નવી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ (“NFPL”) અને નવી જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ (“NGIL”)માં રોકાણ કરવા; અને

2. સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે.

કંપનીએ NFPLમાં ચોખ્ખા ભંડોળમાંથી ₹2,370 કરોડ ઉમેરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેથી સુનિશ્ચિત થાય કે, NFPL આરબીઆઈએ દ્વારા સૂચિત મૂડીપર્યાપ્તતાની જરૂરિયાતના નીતિનિયમોનું પાલન કરવા સક્ષમ બને અને એની વધારે મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરી શકે.

ઉપરાંત કંપનીએ NGILના મૂડીગત આધારને વધારવા માટે તેમાં ચોખ્ખા ભંડોળમાંથી ₹150 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેથી એની ભવિષ્યની મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા અને ઇરડા સૂચિત સોલ્વન્સી સ્તર જાળવવાનું સુનિશ્ચિત થાય.

વર્ષ 2018માં સ્થાપિત નવીએ બીએફએસઆઇ ક્ષેત્રમાં ઉપભોક્તા-કેન્દ્રિત અને ટેકનોલોજી-સંચાલિત વ્યવસાય શરૂ કર્યો હતો. અત્યારે નવી સંપૂર્ણ ધિરાણ સેવા પ્રદાતા છે, જે ડિજિટલ પર્સનલ લોન, ડિજિટલ હોમ લોન્સ અને પ્રોપર્ટી સામેલ લોન, કન્ઝ્યુમર હેલ્થ વીમામાં ડિજિટલ ડાયરેક્ટ અને પેસિવ ફંડ સાથે ડિજિટલ એસેટ મેનેજમેન્ટ ઓફર કરે છે. કંપની “ચૈતન્ય” બ્રાન્ડ અંતર્ગત સંપૂર્ણ માલિકીની પેટાકંપની મારફતે માઇક્રોફાઇનાન્સ લોન પણ ઓફર કરે છે.

ડિસે.-21ના અંતે નવ માસની આવકો રૂ. 19.3 કરોડ

31 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનામાં તથા નાણાકીય વર્ષ 2020-21, 2019-20 અને 2018-19માં કુલ આવક અનુક્રમે ₹719.3 કરોડ, ₹780 કરોડ, ₹207 કરોડ અને ₹16.9 કરોડ હતી. કંપનીએ કામગીરી શરૂ કર્યા પછી 31 ડિસેમ્બર, 2021 સુધી ₹2,246 કરોડની રકમની 481,121 પર્સનલ લોનનું વિતરણ કર્યું છે. 31 ડિસેમ્બર, 2021 સુધી પર્સનલ લોનના વ્યવસાયોની એયુએમ ₹1,418.6 કરોડ હતી. 31 ડિસેમ્બર, 2021ના અંતે પૂર્ણ થયેલા નવ મહિના દરમિયાન કંપનીએ સરેરાશ ₹50,990ની લોન સાથે 308,383 પર્સનલ લોન મારફતે ₹1,572.4 કરોડની લોનનું વિતરણ કર્યું છે. 31 ડિસેમ્બર, 2021 સુધી કંપની ₹177.7 કરોડની હોમ લોન એયુએમ ધરાવતી હતી અને લોંચ થયા પછી નવીએ સરેરાશ ₹38.6 લાખની લોન સાથે 604 લોનનું વિતરણ કર્યું હતું. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ લિમિટેડ, BofA સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, ક્રેડિટ સૂસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ. કાયદેસર સલાહકારો છે – સીરિલ અમરચંદ મંગળદાસ, ઇન્ડસલૉ અને સિડની ઓસ્ટિન એલએલપી. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે.