NTPC અને GE ગેસ પાવર વચ્ચે વીજ ઉત્પાદનને વધુ ડિકાર્બનાઇઝ કરવા માટે ગેસ ટર્બાઇન્સમાં હાઇડ્રોજન કો-ફાયરીંગ દર્શાવવા માટે એમઓયુ
• ભારતમાં NTPC સાથે થયેલા સૌપ્રથમ પ્રકારના એમઓયુમાં, GE ગેસ પાવર અને ગુજરાતમાં એનટીપીસીના કાવાસ ખાતેના ગેસ વીજ પ્લાન્ટમાં કાર્બન તીવ્રતા માટેની શક્યતા દર્શાવવા માટે સહયોગ સાધશે
• 645 મેગાવોટ્ટ (MW) ગેસ પાવર પ્લાન્ટ ચાર GE 9E ગેસ ટર્બાઇન્સથી સજ્જ છે
• GEની વીજ પ્લાન્ટ ખાતે ઇન્સ્ટોલ કરાયેલ 9E ગેસ ટર્બાઇનમાં નેચર ગેસ સાથે મિશ્રીત હાઇડ્રોજન કો-ફાયરીંગની શક્યતા તપાસશે
નવી દિલ્હી: ભારતમાં ડિકાર્બનાઇઝ પાવર ઉત્પાદન કરવા માટે એડવાન્સ્ડ પાવરીંગ ટેકનોલોજી અપનાવવાના પ્રયત્નોમાં દેશની સૌથી મોટી વીજ ઉત્પાદન કરતી યુટિલીટી NTPC લિમીટેડ અને GE ગેસ પાવરએ NTPCના ગુજરાતના કાવાસ સંયુક્ત-સાયકલ ગેસ પાવર પ્લાન્ટ ખાતે સ્થાપિત કરાયેલ GEની 9E ગેસ ટર્બાઇન્સ સાથે મિશ્રીત હાઇડ્રોજન (H2) માટેના કો-ફાયરીંગના પ્રદર્શન માટે એક સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નોંધપાત્ર સહયોગ હેઠળ બન્ને કંપનીઓ સંયુક્ત રીતે કાવાસ ગેસ વીજ પ્લાન્ટમાંથી CO2 ઉત્સર્જન ઘટાડવા માટેના માર્ગોની અને ભારતમાં NTPCના સ્થાપિત એકમોમાં વધુ માત્રામાં અમલીકરણ થઇ શકે કે કેમ તેની સાથે મળીને શક્યતા તપાસશે.
NTPCનો કાવાસ ગેસ વીજ પ્લાન્ટ ચાર GE 9E ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે જે સંયુક્ત-સાયકલ મોડમાં કાર્યરત છે અને તેની સ્થાપિત ક્ષમતા 645 મેગાવોટ (MW) છે. વધુમાં, GEનો એડવાન્સ ઇ-ક્લાસ ગેસ ટર્બાઇન પોર્ટફોલિયો હાલમાં 100% હાઇડ્રોજન સુધી કુદરતી ગેસ અને હાઇડ્રોજનના મિશ્રણ પર કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
“વિકાસ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાના વિવિધ તબક્કામાં ઉભરતી ટેક્નોલોજીઓ દ્વારા ભારતની વીજ ક્ષેત્રેનું ચિત્ર મજબૂત બને છે. હાઇડ્રોજનમાં પાયે વીજળી ઉત્પન્ન કરવામાં અન્ય ઓછા-શૂન્ય કાર્બન ઇંધણની સાથે પૂરક ભૂમિકા ભજવવાની નોંધપાત્ર ક્ષમતા છે. અમે NTPCના નેતૃત્વ, પ્રતિબદ્ધતા અને હાઇડ્રોજનમાં રોકાણને બિરદાવીએ છીએ જે આગળ જતા ઓછા ખર્ચે હાઇડ્રોજન ઉદ્યોગ શોધવા અને ઉર્જા આત્મનિર્ભરતા હાંસલ કરવાના સંદર્ભમાં નવા ઉદ્યોગ માપદંડ સ્થાપિત કરી શકે છે.” એમ GE ગેસ પાવર સાઉથ એશિયાના સીઇઓ દીપેશ નંદાએ જણાવ્યું હતું.