અમદાવાદ: HDFC બેંકે આજે સ્માર્ટ હબ વ્યાપાર મર્ચંટ એપને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વેપારીઓની બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક વ્યાપક પેમેન્ટ્સ અને બેંકિંગ સોલ્યુશન્સ છે. HDFC બેંકના ઝોનલ હેડ સુશ્રી પર્લ સાબાવાલા અને HDFC બેંકના રુરલ બેંકિંગ હેડ પિનલ શાહ દ્વારા અમદાવાદમાં સ્થાનિક વેપારીઓ માટે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્માર્ટ હબ વ્યાપાર HDFC બેંકના ગ્રાહકો માટે વેપારીઓને ઑનબૉર્ડ કરવા માટેની ત્વરિત, ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયાની સુવિધા પૂરી પાડે છે અને તેની મદદથી વેપારીઓ એકથી વધુ પેમેન્ટ મૉડ્સ (જેમ કે, ટૅપ એન્ડ પે, યુપીઆઈ અને ક્યુઆર કૉડ)માં આંતર-સંચાલિત ચૂકવણીઓને સ્વીકારી શકે છે. રૂબરૂમાં ન થઈ શકતી હોય તેવી નાણાંની વસૂલાતની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે વેપારીઓ હવે મોબાઇલ કે ઈ-મેઇલ પર પેમેન્ટની લિંક મોકલીને દૂરથી જ ચૂકવણીઓ સ્વીકારી શકે છે.

યુપીઆઈ મારફતે સ્વીકારવામાં આવેલી ચૂકવણીઓ બેંક ખાતામાં તરત જ જમા થઈ જાય છે અને વેપારીઓને વેચાણની રસીદો તરત જ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવે છે.

ટ્રાન્ઝેક્શન્સના મામલે ઇનબિલ્ટ વોઇસની પણ વિશેષતા

ટ્રાન્ઝેક્શન્સના મામલે સ્માર્ટ હબ વ્યાપારમાં એક ઇનબિલ્ટ વોઇસની પણ વિશેષતા છે, જે વેપારીને સફળ ટ્રાન્ઝેક્શન અંગે જાણકારી આપે છે, જેના પગલે વોઇઝ-બેઝ્ડ નોટિફિકેશન્સ પ્રાપ્ત કરવા માટે અલગ ડીવાઇઝ લેવા સહિત અન્ય કોઇપણ માધ્યમ મારફતે ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.

બેંકિંગના મોરચે વેપારીઓ બાંધી મુદતની થાપણ ખોલાવવા, અગાઉથી મંજૂર લૉન અને ક્રેડિટ કાર્ડને ઍક્સેસ કરવા જેવી બેંકિંગ સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વેપારીઓ તેમના બેંક ખાતામાં જમા થયેલા સ્માર્ટ હબ વ્યાપારના તમામ ટ્રાન્ઝેક્શનોને રીયલ ટાઇમમાં જોઈ પણ શકે છે.

સ્માર્ટ હબ વ્યાપાર માર્કેટિંગ ટૂલ

વેપારીઓને તેમના બિઝનેસને વિસ્તારવામાં મદદરૂપ થવાના હેતુની સાથે સ્માર્ટ હબ વ્યાપાર એક માર્કેટિંગ ટૂલ ધરાવે છે, જેની મદદથી વેપારીઓ તેમના વર્તમાન અને સંભવિત ગ્રાહકો માટે સોશિયલ મીડિયા મારફતે વિવિધ ઑફરોનો પ્રચાર-પ્રસાર કરી શકે છે.

ચૂકવણીઓ સ્વીકારવા ઉપરાંત, સ્માર્ટ હબ વ્યાપારની મદદથી વેપારીઓ તેમના વિતરકો અને વિક્રેતાઓને પણ ચૂકવણીઓ કરી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ હબ વ્યાપાર એપ મારફતે વેપારીઓ યુટિલિટી બિલની ચૂકવણી જેવા ખર્ચાઓ અને જીએસટીની પણ ચૂકવણી કરી શકે છે.

સ્માર્ટહબ વર્ષાન્તે 70 લાખ મર્ચન્ટ એક્સેપ્ટન્સ પોઇન્ટ પર પહોંચશે

પ્લેસ્ટોરનું 4.9 રેટિંગ અને ioSનું 4.6 રેટિંગ ધરાવતી સ્માર્ટ હબ વ્યાપાર એપમાં દર મહિને 75,000 સક્રિય વેપારીઓનો ઉમેરો થઈ રહ્યો છે અને આ મહિને તે 10 લાખ મર્ચંટ એક્સેપ્ટન્સ પોઇન્ટ પર ઉપલબ્ધ થઈ જશે. સ્માર્ટ હબ વ્યાપાર એ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 70 લાખ મર્ચંટ એક્સેપ્ટન્સ પોઇન્ટ પર પહોંચવાની યાત્રામાં બેંકની એક પ્રમુખ સુવિધા બની રહેશે.