Startups Good News: હવે સ્ટાર્ટઅપ્સે ફંડિંગ માટે ફરવુ પડશે નહીં, કોઈપણ ગેરેંટી વિના 10 કરોડ સુધીની લોન મેળવી શકશે
નવી દિલ્હી:સરકારે સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓને કોઈપણ ગેરંટી વિના મહત્તમ 10 કરોડ રૂપિયાની લોન મળશે. સરકાર પોતે લોનની ગેરંટી આપશે. આ માટે કેન્દ્ર સરકારે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS)ને મંજૂરી આપી છે. આ હેઠળ, તેમને ચોક્કસ મર્યાદા સુધી મોર્ગેજ ફ્રી લોન (કોઈપણ ગેરંટી વિના) આપવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ, લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપ્સ આ યોજના હેઠળ 6 ઓક્ટોબરના રોજ અથવા તે પછી મંજૂર કરવામાં આવેલી લોન માટે પાત્ર બનશે.
સરકાર સ્ટાર્ટઅપ્સને બે પ્રકારની લોન પર ગેરંટી આપશે. ટ્રાન્ઝેક્શનની રકમના 80% સુધી લોન ગેરંટી કવર ઉપલબ્ધ રહેશે. આ ટ્રાન્ઝેક્શન આધારિત ગેરંટી હશે. જેમાં બેન્ક-સ્ટાર્ટઅપ્સ લોનની ગેરંટી આપશે.
3 કરોડ સુધીની મંજૂર લોન પર 80 ટકા રકમ માટે સરકારની ગેરેંટી મળશે. 3-5 કરોડ રૂપિયા સુધીની લોનની રકમ ધરાવતા લોકોને 75%ના દરે ગેરંટી કવર મળશે. 10 કરોડ રૂપિયા સુધીની લોન સાથે સ્ટાર્ટઅપ્સને 65% રકમ પર લોન ગેરંટી મળશે. વેન્ચર ડેટ ફંડમાંથી લોન પર ગેરંટી કવર તેમજ CGSS હેઠળ, લોન પર કવર આધારિત ગેરંટી પણ ઉપલબ્ધ થશે. આ હેઠળ, સેબીના AIF નિયમો હેઠળ નોંધાયેલા વેન્ચર ડેટ ફંડ્સ (VDFs)ને ગેરંટી કવર આપવામાં આવશે.
કયાં સ્ટાર્ટઅપ્સને આ લોન ગેરેંટી મળશે?
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત.
જેઓ સતત કમાણી કરી રહ્યા છે અને છેલ્લા 12 મહિનાના ઓડિટેડ મંથલી સ્ટેટમેન્ટ દ્વારા સમર્થન મળે છે.
કોઈપણ બેન્ક અથવા રોકાણ સંસ્થાનો ડિફોલ્ટર ન હોવો જોઈએ અને જેની લોન એનપીએ જાહેર કરવામાં ન આવી હોય.