નવી દિલ્હીઃ કોવિડ મહામારી દરમિયાન ઇ-કોમર્સને અપનાવનાર લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (SMEs) ઉપભોક્તાઓ અત્યારે તેમની ખરીદીના નિર્ણયમાં સસ્ટેઇનેબિલિટી પર જે ભાર મૂકે છે એની ઉપેક્ષા કરે છે. એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની FedEx Express દ્વારા થયેલું નવું સંશોધન દર્શાવે છે કે 85 ટકા ભારતીય એસએમઇએ જણાવ્યું હતું કે, તેમના ગ્રાહકોને સસ્ટેઇનેબ્લ ખરીદીને બદલે તેમની ચીજવસ્તુઓ શક્ય એટલી ઝડપથી મેળવવામાં વધારે રસ છે. એટલી જ સંખ્યામાં 80 ટકા માને છે કે, શક્ય એટલી સસ્તી ચીજવસ્તુઓ મેળવવી ગ્રાહકો માટે વધારે મહત્વપૂર્ણ છે.

ગ્રાહકો સસ્ટેઇનેબિલિટી અને સ્પીડ બંને ઇચ્છે છે

70 ટકા ગ્રાહકો ઇચ્છે છે કે, તેમની ચીજવસ્તુઓ ઝડપથી મેળવવાની સાથે ઓનલાઇન ખરીદી પ્રક્રિયાની સસ્ટેઇનેબિલિટી જળવાઈ રહે તેવું ઇચ્છે છે. 10માંથી 9 ગ્રાહકો એવી અપેક્ષા ધરાવે છે કે, SMEs સસ્ટેઇનેબ્લી ડિલિવરી કરશે અને વધારે વ્યવસાય મેળવશે. 10માંથી 8 ઉપભોક્તાઓ અસરકારક પર્યાવરણ, સામાજિક અને વહીવટ (ESG) વ્યૂહરચના ધરાવતી કંપનીઓ પાસેથી ખરીદી કરવાનું પસંદ કરશે – પણ ફક્ત 38 ટકા SMEs ખરેખર આ પ્રકારની વ્યૂહરચના ધરાવે છે.

ડિલિવરી માટે વધારે સસ્ટેઇનેબલ અભિગમ અપનાવવો

FedEx Expressમાં એશિયા પેસિફિક, મિડલ ઇસ્ટ અને આફ્રિકા (AMEA)ના પ્રેસિડન્ટ કવલ પ્રીતે કહ્યું હતું કે, અમે પૃથ્વી પર ડિલિવરીની અસર ઘટાડવા વ્યવહારિક પગલાં લીધા છે.

FedEx Expressના મધ્ય પૂર્વ, ભારતીય ઉપખંડ અને આફ્રિકા કામગીરીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કામી વિશ્વનાથને કહ્યું હતું કે, FedExમાં અમે દુનિયાને જવાબદાર અને સંસાધનો સાથે જોડવા કટિબદ્ધ છીએ તથા વધારે સસ્ટેઇન્બેલ સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ પ્રદાન કરવા સતત કામ કરીએ છીએ.