સર્વત્ર ગ્રુપે 40 લાખ સ્કવેર ફુટમાં ફાર્મહાઉસ-વિલા પ્રોજેક્ટ શરૂ કર્યો
અમદાવાદઃ રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે ત્યારે લોકોની ઘર તથા લાઇફસ્ટાઇલ પ્રત્યેની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. હાઉસિંગ સેગમેન્ટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ ઝડપભેર વધવા લાગી છે. હાઇ નેટવર્થ ધરાવતા મોટાભાગના લોકો હવે ઘરની વ્યાખ્યા બદલીને વિકેન્ડ વિલા તેમજ ફાર્મહાઉસ તરફ નજર દોડાવી રહ્યાં છે ત્યારે ગ્રાહકોની માગને ધ્યાનમાં રાખી સર્વત્ર ગ્રુપ દ્વારા ફાર્મહાઉસ, વિલા અને રિસોર્ટ મળીને કુલ પાંચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.
2012માં 3 મિત્રોના જૂથ દ્વારા સ્થપાયેલ સર્વત્ર ગ્રૂપએ અમદાવાદ સ્થિત કંપની છે જે લક્ઝુરિયસ જીવન જીવવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરીને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મૂલ્ય ઉમેરવાના મિશન સાથે સામેલ છે. કંપનીના ડિરેક્ટર ધવલ પટેલ, બ્રિજેશ પટેલ અને ધવલ સોલંકી રિયલ એસ્ટેટ ઉદ્યોગનો ગ્રોથ, વેચાણ અને બજારની માંગનું વિશ્લેષણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. કંપની એક દાયકાની સફરના અંતે હવે હોસ્પિટાલિટી સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છે અને આગળ જતા પ્રાકૃતિને ધ્યાનમાં રાખી નવા પ્રોજેક્ટ રજૂ કરશે.
સર્વત્ર ગૃપે અત્યાર સુધીમાં 40 લાખ સ્ક્વેર ફુટથી વધારે જમીન ખરીદી કરી છે. જેમાંથી અત્યારે 5 પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે જેમાં ત્રણ પ્રોજેક્ટ થોળ અને કણજરી ડીયર પાર્ક પર એક રેસિ. કમ કોર્મશિયલ ગાંધીનગર સ્થિત છે. જ્યારે એક ગુજરાત રાજસ્થાન રતનપુર બોર્ડર પાસે એક પ્રીમિયમ રિસોર્ટના ફ્લેગશિપ પ્રોજેક્ટથી શરૂઆત કરી રહ્યા છે. કંપની અત્યાર સુધીમાં જમીનમાં 30 કરોડથી વધુનું રોકાણ કરી ચૂકી છે.
હોસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવેશ, ITC બ્રાન્ડ વેલકમ હેરીટેજ સાથે જોડાણ
ગુજરાત રાજસ્થાન રતનપુર બોર્ડર પાસે એક પ્રીમિયમ રિસોર્ટના ફ્લેગશિપ પ્રોજેક્ટથી શરૂઆત કરી રહ્યા છે. કુલ 365 રૂમ્સની ઉપલબ્ધી વાળા આ પ્રોજેક્ટમાં ITC બ્રાન્ડ વેલકમ હેરીટેજ સાથે જોડાણ કર્યું છે. ગ્રુપ આ પ્રોજેક્ટને ત્રણ ફેસમાં પૂર્ણ કરશે પહેલા ફેસમાં 135 રૂમ્સ પૂર્ણ થઇ ચૂક્યા છે બીજા ફેસની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટમાં પહેલા ફેસમાં કુલ અંદાજિત 30 કરોડનું રોકાણ કર્યું છે અને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 100 કરોડના રોકાણનો અંદાજ છે જે 2025માં પૂર્ણ થશે.
- ધવલ સોલંકી, એમડી સર્વત્ર ગ્રુપ