ગુજરાતમાં 1000 સ્ટોર્સમાં સુપ્રીમ સુપર ફૂડ્સ ઉપલબ્ધ

અમદાવાદ: સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ ​અમદાવાદમાં સુપ્રીમ સુપરફૂડ્સ  હેલ્ધી સુપરફૂડ્સ બ્રાન્ડ લોન્ચની જાહેરાત કરી છે. સુપ્રીમ સુપરફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર વાય.બી. વિજય કુમાર અને બ્રાન્ડ માર્કેટિંગના હેડ હારૂન બદુશાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નોર્માલાઇફ અને નોર્માહેલ્થ અંતર્ગત 30 થી વધુ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી. જે FMCG,ફાર્મા, હોરેકા, સંસ્થાઓ અને ઇ-કોમર્સને બે પ્રોડક્ટ વર્ટિકલ્સ, નોર્માલાઇફ અને નોર્માહેલ્થ સાથે સેવા આપે છે.

પ્રોડક્ટ રેન્જ વધારી 100 સુધી વિસ્તારાશે

સુપ્રીમ સુપર ફૂડ્સ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેની પ્રોડક્ટ રેન્જને 100થી વધુ સુધી વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. જે પસંદગીના GT સ્ટોર્સ, નેશનલ મોર્ડન ટ્રેડ આઉટલેટ્સ, રિજનલ મોડર્ન ટ્રેડ આઉટલેટ્સ, ફાર્મા મોડર્ન ટ્રેડ આઉટલેટ્સ અને ઈ-કોમર્સમાં ઉપલબ્ધ રહેશે.

કંપનીએ ખાદ્ય વિજ્ઞાનમાં અનેક વ્યાપક સંશોધન કર્યા છે. આ પ્રક્રિયામાં તેનો ઉદ્દેશ્ય એવા સમુદાયનું નિર્માણ કરવાનો છે જે આરોગ્ય અને સુખ સાથે શારીરિક અને માનસિક સુખાકારીમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે. કંપની જયપુર, કોલકાતા અને હૈદરાબાદમાં પણ પ્રવેશવાની તૈયારીઓ કરી રહી છે. માર્ચ 2023 પહેલા અમદાવાદમાં 3 લાખ ઘરોના સેમ્પલ લેવાનું આયોજન છે.

આ બ્રાન્ડે તાજેતરમાં મુંબઈ, પુણે, દિલ્હી NCR,ચેન્નાઈ અને ગોવામાં તેની હાજરીની જાહેરાત કરી છે જ્યાં તે માર્ચ 2023 સુધીમાં 10,000 થી વધુ આઉટલેટ્સમાં હાજર થવાનું લક્ષ્ય ધરાવે છે.

કંપનીનું ટર્નઓવર રૂ. 100 કરોડે પહોંચાડવાનું લક્ષ્ય

સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ B2B બિઝનેસમાં ગયા નાણાકીય વર્ષમાં રૂ.77 કરોડનું  ટર્નઓવર હાંસલ કર્યું.  છેલ્લા 5 વર્ષમાં CAGR 20% થી વધુ છે. આ નાણાકીય વર્ષમાં 90-100 કરોડ રહેવાની આશા છે.

પાંચ વર્ષમાં 25 કરોડનું રોકાણ કરશે

સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સના સંયુક્ત ટર્નઓવર સુધી પહોંચવા માટે અને 30% થી વધુનો CAGR હાંસલ કરવા માટે આગામી 5 વર્ષમાં 25 કરોડનું રોકાણ કરશે.