લેન્ડમાર્ક કાર્સ રૂ. 552 કરોડના IPO સાથે 13 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશશે
શેરદીઠ રૂ. 481- 506ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરાશે
અમદાવાદઃ મર્સીડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફૉક્સવેગન અને રેનૉની ડીલરશિપ્સની સાથે ભારતમાં પ્રીમિયમ ઑટોમોટિવનો અગ્રણી રીટેઇલ બિઝનેસ ધરાવતી લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 481- 506ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં કુલ રૂ. 552 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ તા. 13 ડિસેમ્બરે ખુલશે અને તા. 15 ડિસેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. રૂ. 5નું અંકિત મૂલ્ય ધરાવતા ઇક્વિટી શૅર્સના આ પબ્લિક ઇશ્યૂમાં કુલ રૂ. 150 કરોડના ઇક્વિટી શૅર્સના નવા ઇશ્યૂ તથા વર્તમાન શૅરધારકો દ્વારા રૂ. 402 કરોડની ઑફર ફૉર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે.
લેન્ડમાર્ક કાર્સ આઇપીઓ એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ ખૂલશે | 13 ડિસેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 15 ડિસેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ. 5 |
પ્રાઇસ બેન્ડ | રૂ. 481- 506 |
લોટ સાઇઝ | 29 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 10909091 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 552 કરોડ |
લિસ્ટિંગ | બીએસઅઇ, એનએસઇ |
પ્રમોટર્સ | સંજય ઠક્કર અને આર્યમાન ઠક્કર |
1998માં સ્થપાયેલી લેન્ડમાર્ક કાર્સ લિ. એ પ્રિમિયમ ઓટોમોટિવ રિટેલ બિઝનેસ સેક્ટરમાં ટોચની પ્રિમિયમ કંપની ગણાય છે. ખાસ કરીને મર્સિડિસ બેન્ઝ, હોન્ડા, જીપ, ફોક્સ વેગન અને રેનો જેવી કંપનીઓની ડીલરશીપ ધરાવતી કંપની અશોક લેલેન્ડના કોમર્શિયલ વ્હિકલ્સના રિટેલ બિઝનેસમાં પણ સંકળાયેલી છે. કંપની નવાં વ્હિકલ્સના વેચાણ ઉપરાંત આફ્ટર સેલ્સ સર્વિસ, રિપેર તેમજ સ્પેરપાર્ટ્સના વેચાણ લુબ્રિકન્ટ્સ અને એસેસરીના વેચાણ સાથે પણ સંકળાયેલી છે.
કંપની દેશભરમાં 8 રાજ્યોના 31 શહેરોમાં 112 આઉટલેટ્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે.
61 સેલ્સ શોરુમ્સ અને આઉટલેટ્સ ઉપરાંત 51 આફ્ટર સેલ્સ સર્વિસ અને સ્પેર આઉટલેટ્સ
ગુજરાત, મહારાષ્ટ્ર, યુ.પી., હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી નેટવર્ક
લેન્ડમાર્ક કાર્સ લિ. ફાઇનાન્સિયલ કામગીરી એટ એ ગ્લાન્સ
પિરિયડ | કુલ આવકો | ચો. નફો |
31-Mar-19 | 2834.62 | -24.43 |
31-Mar-20 | 2228.93 | -28.94 |
31-Mar-21 | 1966.34 | 11.15 |
31-Mar-22 | 2989.12 | 66.18 |
30-Jun-22 | 801.9 | 18.14 |
આંકડા રૂ. કરોડમાં
ઇશ્યૂનો હેતુ
કંપની અને તેની પેટા કંપનીઓ દ્વારા લેવાયેલા તમામ દેવાઓની ચૂકવણી માટે જનરલ કોર્પોરેટ હેતુઓ માટે