નવી દિલ્હી: લગ્નસરાની સિઝન તેમજ આગામી વર્ષની શરૂઆતથી ભાવમાં વધારાની જાહેરાતોના પગલે ઓટો સેલ્સ નવેમ્બરમાં 26 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દેશભરમાં 32 લાખ લગ્નો થવાની શક્યતા સાથે 2W, 3W, PV, ટ્રેક્ટર અને CVના વેચાણોમાં અનુક્રમે 24%, 80%, 21%, 57% અને 33%નો ગ્રોથ જોવા મળ્યો હતો. 2019ના પ્રિ-કોવિડ સ્તરેથી પણ એકંદરે રિટેલ ઓટો સેલ્સ સતત બીજા મહિને 1.5% વધ્યું છે. ટુ વ્હિલરમાં -0.9%નો નજીવો ઘટાડો સિવાય અન્ય તમામ શ્રેણીઓ 3W, PV, Trac અને CVના વેચાણો અનુક્રમે 4%, 5%, 61% અને 6% વધ્યા હતાં.

ટુ વ્હિલર્સના વેચાણ 24 ટકા વધ્યાં

નવેમ્બરમાં ટુ વ્હિલર્સના વેચાણ વાર્ષિક ધોરણે 24% વધ્યા છે. જો કે, પ્રિ-કોવિડ સ્તરેથી 0.9%નો નજીવો ઘટાડો થયો હતો. 3W સેગમેન્ટે વાર્ષિક 80% અને 2019ની તુલનાએ 4%ની વૃદ્ધિ દર્શાવી છે.

પેસેન્જર વાહનોના વેચાણ 21 ટકા વધ્યાં

પીવી સેલ્સ પ્રિ-કોવિડ લેવલથી 5 ટકા અને વાર્ષિક ધોરણે નવેમ્બરમાં 21 ટકા વધ્યા છે. નવા લોન્ચિંગ અને ગ્રામીણ માંગમાં વધારોને પગલે પેસેન્જર વાહનોમાં મજબૂત ગ્રોથ જારી રહેશે. કોમ્પેક્ટ એસયુવી અને એસયુવી કેટેગરી ઉચ્ચ વેરિઅન્ટ મોડલ સાથે ધૂમ મચાવી રહી છે. CVમાં 33% YoY અને 2019ની સરખામણીમાં 6%નો વધારો જોવા મળ્યો છે. સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ અને નવા માઇનિંગ પ્રોજેક્ટ્સમાં સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વેચાણને સક્ષમ કરતી આંતર-રાજ્ય પરિવહનના વધતા પ્રમાણને પગલે માગ વધી રહી છે.

ઓટો સેલ્સ આઉટલૂક ફાડાની નજરેઃ

RBIનો લેટેસ્ટ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા સૂચવે છે કે સામાન્ય આર્થિક પરિસ્થિતિ, રોજગાર અને ઘરગથ્થુ આવક અંગે વધુ સારી ધારણાઓને કારણે ગ્રાહકોમાં ઉત્સાહ ફરી પાછો ફર્યો છે. ચાલુ તહેવારોની સીઝનની સાથે ગ્રાહકોની ખરીદી જારી રહી છે.  સામાન્ય રીતે લણણી શરૂ થયા પછી, ખેડૂતોના હાથમાં કમાણી આવે છે અમે અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂતોના હાથમાં રૂપિયા આવતાં ગ્રામીણ માગ વધશે. મોટા ભાગના OEM આગળ જતા ભાવ વધારાની જાહેરાત કરી રહ્યા છે. જેનો સામનો કરવા અને પિરામિડના નીચલા ભાગ માટે, OEMએ ધીમી ગતિએ ચાલતા ઉત્પાદનો, નીચા વેરિઅન્ટ્સ અને વર્ષના અંતમાં સ્ટોક ખાલી કરવા ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છે. જે ડિસેમ્બરમાં વેચાણો વધારશે.

ઓટો ઇન્ડસ્ટ્રી સામે રહેલાં ચિંતાજનક પડકારો

આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો ઓટો લોન મોંઘી બનાવશે

ફાઈનાન્સ મોંઘુ થતાં એન્ટ્રી લેવલના વાહનોની માગ ઘટશે

ચીન લોકડાઉનના કારણે ચીપ્સનો સપ્લાય મંદ થવાની ભતિ

દેશભરમાં નવેમ્બરમાં નોંધાયેલા ઓટો રિટેલ સેલ્સ

કેટેગરીનવે-22નવે-21YoY % (2021)નવેમ્બર-19YoY % (2019)
2W18,47,70814,94,79723.61%18,63,731-0.86%
3W74,47341,29680.34%71,8333.68%
E-RICKSHAW(P)33,97115,958112.88%14,505134%
3W (પેસેન્જર)30,61717,55974.37%46,573-34.26%
3W (પર્સનલ)4447-6.38%115-61.74%
PV3,00,9222,48,05221.31%2,86,2635.12%
ટ્રેક્ટર77,99349,73756.81%48,34261.34%
CV79,36959,76532.80%74,6146.37%

Source: FADA Research