86 ટકા કર્મચારીઓ માને છે કે, ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવાથી હાલની જીવનશૈલી સાથે સમાધાન કરવું પડશેઃ ગોદરેજ ઇન્ટેરિયો
- 84 ટકા કર્મચારીઓને રોજગારીમાંથી કાર્ય-જીવન વચ્ચે સુસંતુલન જળવાઈ રહેવાની અપેક્ષા
- 81 ટકા કર્મચારીઓને ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવામાં મુખ્ય ચિંતા– લાંબી મુસાફરીની
- 68 ટકા કર્મચારીઓને ઓફિસમાં પરત ફરવામાં કોઈ વાંધો નથી અને તેઓ આતુર છે
છેલ્લાં બે વર્ષમાં કંપનીઓ અને કર્મચારીઓ એમ બંને માટે સુખાકારી મુખ્ય બાબત બની ગઈ છે. 31 ટકા વર્કફોર્સ જણાવે છે કે, કંપનીઓએ કર્મચારીઓની સુખાકારીમાં રસ લેવો જોઈએ. એ જ રીતે કર્મચારીઓએ સમાન ગાળામાં તેમની પોતાની અને તેમની ટીમો એમ બંનેની સુખાકારીમાં ફરક જોય હતો, જેમાં 62 ટકાએ અંગત સુખાકારીમાં સુધારો જોયો છે અને તેમની ટીમોમાં 50 ટકાની સુખાકારી જોઈ છે. કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં આવકારવાની રીતો પર વિચારી કરી રહી હોવાથી સંશોધનમાં ખુલાસો થયો છે કે, કર્મચારીઓ ઓફિસમાં પરત ફરવા સાથે સંબંધિત ચિંતાઓ ધરાવે છે. અભ્યાસમાં બહાર આવેલી એક વ્યાપક ચિંતા એ હતી કે, ઘણી ઓફિસમાં આરોગ્ય અને સલામતીને લેઆઉટ ડિઝાઇનમાં ખુલ્લી યોજના તરીકે વિચારવામાં આવે છે. અભ્યાસ મુજબ, ઓફિસમાં પરત ફરવા વિશે કર્મચારીઓની મુખ્ય ચિંતાઓ આ હતી – 90 ટકા ઓફિસમાં કોવિડ-19ના સંક્રમણનો ભાગ બનવાથી ચિંતિત છે, 86 ટકાને હાલની જીવનશૈલી સાથે સમાધાન કરવું પડશે, 84 ટકા કાર્ય-જીવન વચ્ચે સંતુલન ખોરવાઈ જવાથી ચિંતિત છે, 81 ટકા લાંબી અવરજવર કરવાથી ચિંતિત છે અને 71 ટકા બાળકો અને માતાપિતાઓની સારસંભાળ નહીં રાખી શકે એનાથી ચિંતિત છે. જોકે આ તમામ ચિંતાઓ હોવા છતાં અભ્યાસ એવો પણ સંકેત આપે છે કે, 68 ટકા કર્મચારીઓને ઓફિસમાં પરત ફરવામાં કોઈ વાંધો નથી અને તેઓ આતુર છે. આંશિક અનલોકના તબક્કામાં અભ્યાસમાં ખુલાસો થયો છે કે, 26 ટકા કર્મચારીઓ હજુ પણ તેમના વતનમાં છે અને શહેરોથી દૂર છે, જ્યાં તેમની ઓફિસો સ્થિત છે, તો 18 ટકા કર્મચારીઓ તેમની ઓફિસ સ્થિત છે એ શહેરોમાં પરત ફરી ગયા છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય તથા હોમ અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ એક્સક્લૂઝિવ અભ્યાસ ‘હોમ, ઓફિસ એન્ડ બિયોન્ડ’ના તારણો પ્રકાશિત કર્યા છે. મહામારી પછીની દુનિયામાં કર્મચારીઓની અપેક્ષાઓ સમજવા ગોદરેજ ઇન્ટેરિયોમાં વર્કસ્પેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલએ રાષ્ટ્રવ્યાપી અભ્યાસ હાથ ધર્યો હતો તથા કામ પર પરત ફરવામાં કર્મચારીઓની ચિંતાઓ, ઓફિસ સ્પેસના ઉપયોગની પરંપરાગત રીતમાં પરિવર્તન અને વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ ઓફિસમાંથી કામ કરવાના દ્રષ્ટિકોણો જેવા વિવિધ પાસાંઓ પર જાણકારી મળી છે. આ સંશોધનમાં 21થી 56 વર્ષની વયજૂથના ઓફિસ જતાં કુલ 350 કર્મચારીઓ સામેલ થયા હતા, જેમાંથી મોટા ભાગના બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ભારતીય કોર્પોરેટમાં કામ કરે છે.
ઔપચારિક વર્કપ્લેસનો વિચાર સંપૂર્ણપણે દૂર થયો નથી
જેમ કોર્પોરેશન્સ તમામ કર્મચારીઓને ઓફિસમાં આવકારવા સજ્જ છે, તેમ કર્મચારીઓની કાર્ય-જીવન વચ્ચે સારાં સંતુલન વિશેની ધારણામાં પરિવર્તન થયું છે. વર્ક ફ્રોમ હોમ નીતિઓથી લાભ થવા છતાં ઔપચારિક વર્કપ્લેસનો વિચાર સંપૂર્ણપણે દૂર થયો નથી. જોકે મહામારીએ એ ચર્ચા શરૂ કરી છે કે, ઓફિસ સ્પેસનો કેવીરીતે વધારે અસરકારક રીતે ઉપયોગ કરી શકાશે. ગોદરેજ ઇન્ટેરિયોમાં અમે ઓફિસ સ્પેસમાં વધારે સાનુકૂળ ફર્નિચરની માગ જોઈએ છીએ અને ચાલુ નાણાકીય વર્ષમાં આ સેગમેન્ટમાં 25 ટકા સુધી વધારાની અપેક્ષા ધરાવીએ છીએ. – સમીર જોશી, ગોદરેજ ઇન્ટેરિયોના માર્કેટિંગ (બી2બી)ના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ
ઓફિસમાં પરત ફરવાના કોઈ પણ સ્વરૂપને સફળ બનાવવા કંપનીઓએ તેમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી પડશે તથા નીતિઓ, ઓફિસના માળખા અને ડિઝાઇનમાં વ્યક્તિગત અને વ્યાવસાયિક સુખાકારીની બાબતોને સામેલ કરવી પડશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભવિષ્યના વર્કપ્લેસને જાહેર આરોગ્યની જરૂરિયાતો પૂરી કરવાનનો, કર્મચારીઓની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવાનો અને તેમની ઇકોસિસ્ટમ સાથે જોડવાની સ્વીકૃત રીતો દ્વારા વ્યવસાયો માટે આર્થિક મૂલ્ય પ્રદાન કરવાનો ત્રિપાંખિયો અભિગમ પ્રદાન કરવાની જરૂર પડશે. મહામારીના વર્ષોમાંથી પ્રાપ્ત થયેલા અનુભવોએ કંપનીઓને ભવિષ્યમાં તેમના કાર્યપ્રવાહમાં કોઈ મોટો વિક્ષેપ ઊભો ન થાય એ સુનિશ્ચિત કરવા તેમની નીતિઓનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પાડી છે. મહામારીની શરૂઆતના દિવસો દરમિયાન હાથ ધરવામાં આવેલા વિલિસ ટાવર્સ વોટ્સન ઇન્ડિયા કોવિડ-19 રેડીનેસ પલ્સ સર્વમાં જાણકારી મળી હતી કે, ભારતમાં 83 ટકા કંપનીઓએ તેમની વર્ક ફ્રોમ હોમની નીતિઓની સમીક્ષા કરવાની યોજના બનાવી છે. સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (એસએચઆરએમ) મુજબ, જ્યારે કર્મચારીઓ ઓફિસમાંથી બહાર હોય છે, ત્યારે ઓફિસ જેટલું કામ કરતાં નથી એ સામાન્ય ધારણાથી મોટું પરિવર્તન કે હરણફાળ છે. ગોદરેજ ઇન્ટેરિયોના અભ્યાસ મુજબ, જ્યારે 20 ટકા કર્મચારીઓ ફૂલ-ટાઇમ રિમોટ વર્કની તરફેણમાં છે, ત્યારે 23 ટકા ફૂલ-ટાઇમ ઓફિસની તરફેણમાં છે અને 6 ટકા લોકેશન એગ્નોસ્ટિક છે.