રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ સહિતના દરોમાં સતત 10મી મોનિટરીંગ પોલિસી બેઠકમાં કોઇ ફેરફાર નહિં કરવાનો નિર્ણય લેવા સાથે રેપો રેટ 4 ટકા યથાવત જાળવી રાખ્યો છે. સાથે સાથે એમપીસીએ તેનું એકોમોડેટિવ સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એમએસએફ રેટ અને બેન્ક રેટ 4.25% પર યથાવત રાખ્યા. RBIએ રિવર્સ રેપોરેટ 3.35%થી વધારી 3.75% કર્યો છે.

RBI ની છેલ્લી 10 મીટીંગથી મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે, નાણાકીય નીતિ પર તેનું વલણ અનુકૂળ રાખવામાં આવ્યું છે. છેલ્લે રેપો રેટ 22 મે 2020ના રોજ બદલાયો હતો. ત્યારથી રેપો રેટ 4%ના ઐતિહાસિક નીચલા સ્તરે રહ્યો છે. નાણાકીય વર્ષ 2023ની આ પ્રથમ સમીક્ષા બેઠક છે જે 6 એપ્રિલે શરૂ થઈ હતી. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી નાણાકીય વર્ષ 2023માં છ વખત મળશે. આગામી મીટિંગ 6 જૂનથી 8 જૂન દરમિયાન યોજાનાર છે.

ફુગાવાનો દર વધવાની શક્યતા

મોંઘવારી દરમાં વધારો થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 23 રીયલ GDP ગ્રોથ અંદાજ 7.8%થી ઘટાડી 7.2% છે. એપ્રિલ-જૂન GDP ગ્રોથ અંદાજ 16.2% છે. GDP ગ્રોથનો અંદાજ $100/bbl ક્રૂડ પર આધારિત છે. RBI પ્રમાણે Q1 નાણાકીય વર્ષ 23 GDP 16.2% છે. RBI પ્રમાણે Q2 નાણાકીય વર્ષ 23 GDP 6.2% છે.- શક્તિકાંતા દાસ, ગવર્નર આરબીઆઇ

નાણાકીચ વર્ષ 23 CPI અંદાજ 5.7% છે. જુલાઈ-સપ્ટેમ્બર GDP ગ્રોથ અંદાજ 6.2% છે. નાણાકીય વર્ષ 23 નો Q4 GDP ગ્રોથ અંદાજ 4% છે. માર્કેટમાં અનિશ્વિતતા બની રહી શકે છે. જુલાઈ-સપ્ટેમ્બર રિટેલ મોંઘવારી અંદાજ 5% છે. ઑક્ટોબર-ડિસેમ્બર રિટેલ મોંઘવારી અંદાજ 5.4% છે. એપ્રિલ-જૂન રિટેલ મોંઘવારી અંદાજ 6.3% છે. નાણાકીય વર્ષ 23 નો Q4 રિટેલ મોંઘવારી અંદાજ 5.1% છે. નાણાકીય વર્ષ 23 CPI અંદાજ 4.5% થી વધારીને 5.7% છે. LAFના નીચલા સ્તરે SDF 3.75% ,ઉપલા સ્તરે 4.25% છે.

મની માર્કેટ 18 એપ્રિલથી સવારે નવ વાગ્યે ખુલશે

18 એપ્રિલથી મની માર્કેટ સવારે 9 વાગ્યે ખુલશે. નાણાંકીય મજબૂતી માટે SDF લાવવામાં આવ્યો. SDFનો દર પૉલિસી રેટથી 0.25% ઓછો હશે. SDF ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી ટૂલ હશે. SDFથી પૉલિસી ફ્રેમવર્કમાં મજબૂતી આવશે.