સેમ્કો સિક્યોરિટીઝ ડેન્ટ્સુ ક્રિએટીવ, એડફેક્ટર્સ PR અને વોમ્બ સાથે ભાગીદારી
મુંબઇ: ફ્લેટ-ફી બ્રોકરેજ અને વેલ્થ-ટેક પ્લેટફોર્મ સેમ્કો સિકયોરિટીઝ ભારતની અગ્રણી માર્કેટિંગ અને કમ્યુનિકેશન એજન્સીઓ સાથે ભાગીદારી દ્વારા તેની બ્રાન્ડ પોઝિશનિંગ મજબૂત કરી રહી છે અને વૃધ્ધિનો માર્ગ અપનાવી રહી છે.
એવોર્ડ વિજેતા ઓનલાઇન સ્ટોકબ્રોકરે તાજેતરમાં તેની મેઇનલાઇન/ ક્રિએટિવ એજન્સી તરીકે વોમ્બ, ડિજિટલ એજન્સી તરીકે ડેન્ટ્સુ ક્રિએટીવ અને તમામ વર્ટિકલ્સ (સેમ્કો સિક્યોરિટીઝ અને મ્યુચ્યુઅલ ફન્ડ) માટે પબ્લિક રિલેશન એજન્સી તરીકે એડફેક્ટર્સ પીઆર સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી ઉદ્યોગમાં સેમ્કોની બ્રાન્ડ પ્રેઝન્સ મજબૂત બનવાની અને રિટેલ ઇન્વેસ્ટર્સને મૂડી બજારમાં સફળતાપૂર્વક રોકાણ કરવામાં મદદ મળવાની સંભાવના છે.
સેમ્કો ગ્રૂપના સ્થાપક અને સીઇઓ જીમિત મોદીએ જણાવ્યું કે, સેમ્કો ગ્રૂપ બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા માટે સંયુક્ત અસરકારકતા માટે વોમ્બ, ડેન્ટ્સુ ક્રિએટીવ અને એડફેક્ટર્સ પીઆર સાથે જોડાણની જાહેરાત કરે છે.
ધ વોમ્બના સ્થાપક ભાગીદાર કવર શૂરે જણાવ્યું કે સેમ્કો અને ધ વોમ્બ બંનેનાં વિઝન અને કામગીરી સંપૂર્ણ રીતે બંધ બેસે છે. રોકાણકારો અને ટ્રેડર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી ભારતીય શેર બજાર અત્યંત રસપ્રદ તબક્કામાં છે, જેનાંથી સફળતાની યાત્રામાં મજબૂત સાથ હોવો જરૂરી છે.