અમદાવાદ, 3 ઓગષ્ટ: અદાણી સમૂહનો હિસ્સો એવી અદાણી એન્ટરપ્રાઇસ લિ.એ તા.૩૦ જૂન, ૨૦૨૩ના પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામોની આજે જાહેરાત કરી છે તે અનુસાર કુલ આવક રૂ.૨૫,૮૧૦ કરોડ અને EBIDTA ૪૭% વધીને રૂ. ૨,૮૯૬ કરોડ જ્યારે ચોખ્ખો નફો (PAT) ૪૪% વધીને રૂ.૬૭૪ કરોડ નોંધાયા છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે ત્રણ દાયકાઓમાં  વર્ષ પ્રતિ વર્ષ દરેક ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝે માત્ર ભારતના સૌથી સફળ બિઝનેસ ઇન્ક્યુબેટર તરીકે જ નહીં પરંતુ માળખાકીય વિકાસમાં એક વૈશ્વિક પાવરહાઉસ તરીકે પણ તેની પ્રતિષ્ઠા સતત સાબિત કરતી રહી છે.

અદાણી એરપોર્ટ્સ, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ, ડેટા સેન્ટર અને અદાણી રોડ્સના અમારા ઇન્ક્યુબેટિંગ બિઝનેસના વડપણ હેઠળના આ પરિણામો નવા અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના નિર્માણ અને સંવર્ધનના અમારી પરંપરાને ફક્ત અન્ડરસ્કોર જ નહી પરંતુ અદાણીના વિવિધ પોર્ટફોલિયોના ભાવિ મૂલ્ય અને વૃદ્ધિની સંભાવના ઉપર પણ ભાર મૂકે છે.  તેમણે કહ્યું હતું કે કચ્છ કોપર, નવી મુંબઈ એરપોર્ટ, ભારતની પ્રથમ ૫ મેગાવોટ ઓનશોર વિન્ડ ટર્બાઇનનું પ્રમાણપત્ર, તેમજ ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સમાં વિશ્વ-કક્ષાની અમારી ક્ષમતા સાથે મોટા પાયે પ્રોજેક્ટના સંચાલનમાં અમારી નિપૂૂણતા માળખાકીય વિકાસની અમારી સફરના મૂળભૂત ચાલક બળ છે જે વિશ્વના ઉભરતા મધ્યમ વર્ગના સમૂહની આકાંક્ષાઓને સંતોષવા માટે મહત્વની ભૂમિકા અદા કરવા પ્રેરે છે.  અમે જ્યારે વ્યુહાત્મક વિસ્તરણ અને વૃદ્ધિની શક્યતાઓ તપાસીએ છીએ, ત્યારે અમે શાસન, અનુપાલન અને કામગીરીના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે સદાય પ્રતિબદ્ધ રહીએ છીએ.