સિલ્વર ETFની મુખ્ય ખાસિયતો

• કેટેગરી: ઓપન એન્ડેડ સ્કીમ, જે સિલ્વરની સ્થાનિક કિંમતનું રેપ્લિકેટિંગ/ટ્રેકિંગ કરશે

• બેન્ચમાર્ક: એલબીએમએ સિલ્વર ડેઇલી સ્પોટ એએમ ફિક્સિંગ પ્રાઇસને આધારે ફિઝિકલ સિલ્વરની કિંમત

• ફંડ મેનેજર: પ્રતીક ટાબરવાલ, ફંડ મેનેજર, કોમોડિટીઝ

• NFO ખુલશે: 2 સપ્ટેમ્બર, 2022 | NFO બંધ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર, 2022

• લઘુતમ રકમ: અરજીદીઠ રૂ. 500 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં

• ક્રીએશન યુનિટ સાઇઝ: ETFના 30,000 યુનિટ (ETFના દરેક યુનિટ સિલ્વરના એક ગ્રામને સમકક્ષ હશે) અને રોકડ ઘટક, જો કોઈ હોય તો

• એક્ઝિટ લોડ: NILL

FOFની મુખ્ય વિશેષતાઓ:

• કેટેગરી: ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ, જે AXIS સિલ્વર ETFના યુનિટમાં રોકાણ કરે છે

• બેન્ચમાર્કઃ એલબીએમએ સિલ્વર ડેઇલી સ્પોટ એએમ ફિક્સિંગ પ્રાઇસને આધારે ફિઝિકલ સિલ્વરની કિંમત

• ફંડ મેનેજરઃ આદિત્ય પગારિયા, ફંડ મેનેજર, ફિક્સ્ડ ઇન્કમ

• NFO ખુલશેઃ 2 સપ્ટેમ્બર, 2022  | NFO બંધ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર, 2022

• અરજીની લઘતુમ રકમઃ અરજીદીઠ રૂ. 5000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં

• એક્ઝિટ લોડ:  જો ફાળવણીની તારીખથી 7 દિવસની અંદર રીડિમ/સ્વિચ કરવામાં આવે તો: 0.25%, જો ફાળણીની તારીખથી 7 દિવસ પછી રીડિમ/સ્વિચ કરવામાં આવે તો: NILL

મુંબઈ: AXIS મ્યુચ્યુઅલ ફંડે આજે AXIS સિલ્વર ETF (ઓપન એન્ડેડ સ્કીમ, જે સ્થાનિક સિલ્વર પ્રાઇસનું રેપ્લિકેટિંગ/ટ્રેકિંગ કરે છે) અને AXIS સિલ્વર ફંડ ઓફ ફંડ (ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ, જે AXIS સિલ્વર ETFના યુનિટમાં રોકાણ કરે છે)ની જાહેરાત કરી હતી. કોમોડિટીઝના ફંડ મેનેજર પ્રતિક ટાઇબરવાલ AXIS સિલ્વર ETFનું મેનેજમેન્ટ કરશે તથા એપ્લિકેશનની લઘુતમ રકમ એપ્લિકેશનદીઠ રૂ. 500 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં હશે. ફિક્સ્ડ ઇન્કમના ફંડ મેનેજર આદિત્ય પગરિયા AXIS સિલ્વર FOFનું મેનેજમેન્ટ કરશે તથા ETFમાં એપ્લિકેશનની લઘુતમ રકમ રૂ. 500 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં હશે તેમજ FOFમાં રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં હશે. બંને ફંડનું બેન્ચમાર્કિંગ  એલબીએમએ સિલ્વર ડેઇલી સ્પોટ એએમ ફિક્સિંગ પ્રાઇઝ સામે થશે તેમજ બંને NFO સબસ્ક્રિપ્શન માટે 02 સપ્ટેમ્બર, 2022ના રોજ ખુલશે અને 15 સપ્ટેમ્બર, 2022ના રોજ બંધ થશે.