AXIS મ્યુચ્યુઅલ ફંડે S&P BSE સેન્સેક્સ ETF પ્રસ્તુત કર્યું
કેટેગરીઃ | ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે S&P BSE સેન્સેક્સ TRIને ટ્રેક કરશે |
બેન્ચમાર્કઃ | S&P BSE સેન્સેક્સ TRI |
એનએફઓ ખુલવાની તારીખઃ | 10 માર્ચ, 2023 |
એનએફઓ બંધ થવાની તારીખઃ | 15 માર્ચ, 2023 |
લઘુતમ રોકાણ: | રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં |
એક્ઝિટ લોડ: | નીલ |
મુંબઈ, 10 માર્ચ: AXIS મ્યુચ્યુઅલ ફંડએ ન્યૂ ફંડ ઓફર – AXIS S&P BSE સેન્સેક્સ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ S&P BSE સેન્સેક્સ TRI) પ્રસ્તુત કર્યું છે. આ એનએફઓમાં લઘુતમ રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે. નવું ફંડ S&P BSE સેન્સેક્સ TRIને ટ્રેક કરશે તથા ફંડ મેનેજરના ટોપ ડાઉન રોકાણના દ્રષ્ટિકોણને આધારે સ્થાનિક ઇક્વિટી ETFsમાં રોકાણ કરીને રોકાણકારોને વળતર આપવાનો પ્રયાસ કરશે.
AXIS S&P BSE સેન્સેક્સ ETFના રોકાણનો ઉદ્દેશ ખર્ચ અગાઉ વળતર પ્રદાન કરવાનો છે, જે S&P BSE સેન્સેક્સ TRI ઇન્ડેક્સના કુલ વળતર સાથે સંબંધિત છે, જે ટ્રેકિંગની ખામીઓને આધિન છે. જોકે સ્કીમના રોકાણનો ઉદ્દેશ પાર પડશે એની કોઈ ખાતરી નથી. સ્કીમ શક્ય એટલી હદ સુધી ઇન્ડેક્સ મુજબ સમાન રેશિયોમાં અંતર્ભૂત ઇન્ડેક્સમાં સામેલ સ્ટોક્સમાં રોકાણ કરવાનો પ્રયાસ કરશે. આ રીતે S&P BSE સેન્સેક્સ TRI દ્વારા આવરી લેવાયેલા ઇક્વિટી માધ્યમોમાં 95 ટકાથી 100 ટકા રોકાણ થશે અને બાકીનું રોકાણ ડેટ અને મની માર્કેટના માધ્યમોમાં થશે. એ હદ સુધી પેસિવ રોકાણની વ્યૂહરચનાને અનુસરવામાં આવશે, જેમાં લિક્વિડિટી અને ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવાની બાબત સામેલ નથી.
સ્કીમ હંમેશા ચોખ્ખી એસેટના 95 ટકા હિસ્સાથી વધારેનું રોકાણ સ્થાનિક ETFમાં કરવાનો અને જાળવવાનો ઉદ્દેશ ધરાવતી હોવાથી પરિણામી કરવેરો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો હશે. મ્યુચ્યુઅલ ફંડના માળખાને ધ્યાનમાં રાખીને રોકાણકારો એસઆઇપી, એસટીપી અને લમ્પસમ રોકાણ જેવા વિવિધ સિસ્ટમેટિક વિકલ્પો મારફતે રોકાણ કરવા વિચારી શકે છે.