BUDGET-2023 REACTIONS FROM INDUSTRY LEADERS
એનર્જી ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી
પ્રશાંત રૂઇયા, ડિરેક્ટર, એસ્સાર કેપિટલ
ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીકાર્બનાઇઝ્ડ એનર્જી વ્યવસ્થા તંત્રનાં નિર્માણ પર ફોકસ અને ફાળવણી કેન્દ્રીય બજેટનું મુખ્ય પાસુ છે, જેને કારણે ભારતનું ભાવિ સલામત થશે. એનર્જી ટ્રાન્ઝીશન માટે રૂ. 35,000 કરોડની ફાળવણી અને 5 MMT હાઇડ્રોજનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક દેશનાં ખૂણે ખૂણે નવી માંગ ઊભી કરશે અને તેને કારણે ગ્રીન ગ્રોથને વેગ મળશે. તેમાં ગ્રીન મોબિલિટી માટે કસ્ટમ ડ્યુટી અને કરમાં રાહત પૂરક સાબિત થશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી રોકાણ 33 ટકાથી વધારીને રૂ. 10 લાખ કરોડ
રાજીવ અગરવાલ, મેનેજિંગ ડિરેક્ટર, એસ્સાર પોર્ટ્સ
કેન્દ્રીય બજેટ 2023 મહત્વપૂર્ણ છે અને વધુ ફળદાયી મૂડી ખર્ચની દિશામાં ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. બજેટમાં ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા સેક્ટર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટેની જોગવાઇઓને અમે આવકારીએ છીએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મોટાં ખાનગી રોકાણ માટેનો પાયો નાખવામાં મદદ કરશે. ઓછી ઊર્જા વપરાશ કરતા માધ્યમ તરીકે કોસ્ટલ શિપિંગને પ્રોત્સાહન આપવાને કારણે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી રોકાણ 33 ટકાથી વધારીને રૂ. 10 લાખ કરોડ કરવાને કારણે આ સેક્ટરને વેગ મળશે અને વૈશ્વિક અવરોધોનો સામનો કરી શકાશે. કેપિટલ એક્સ્પેન્ડીચર પર વધુ ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ભાર મૂકવાને કારણે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળશે.
ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો
કુશ, સીઇઓ, એસ્સાર પાવર
કેન્દ્રીય બજેટ ઉજ્જવળ ભાવિ રજૂ કરવાની સાથે સાથે દેશની ઝડપી આર્થિક વૃધ્ધિને પ્રતિબિંબિત કરે છે. નાણા મંત્રીએ બજેટના પાયામાં સાત પ્રાથમિકતાઓ રજૂ કરી છે, જેમાં ગ્રીન ગ્રોથ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જે ઊર્જા ક્ષેત્ર માટે સમયની તાતી જરૂરિયાત છે. કોર્પોરેટ સેક્ટર સહિતની એનર્જી વેલ્યુ ચેઇનને ડિકાર્બનાઇઝ કરવામાં ગ્રીન હાઇડ્રોજન મહત્વપૂર્ણ સાધન પૂરવાર થશે. લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને કારણે એનર્જી સ્ટોરેજને ઓછાં ખર્ચમાં ચોવીસ કલાક અક્ષય ઊર્જા પૂરી પાડવાનું પ્રોત્સાહન મળશે. આ પગલાંઓને કારણે અર્થતંત્રની કાર્બન તીવ્રતા ઘટાડવામાં મદદ મળશે એટલું જ નહીં પણ સાથે સાથે રોજગાર સર્જનમાં પણ મદદ મળશે. અંતિમ લક્ષ્ય જીવાશ્મ ઇંધણ પરનું અવલંબન ઘટાડવાનો અને આ સનરાઇઝ સેક્ટરમાં દેશ ટેકનોલોજી અને માર્કેટ લીડરશીપ અપનાવે તે છે. આ વૃધ્ધિલક્ષી બજેટ છે અને ગ્રીન ગ્રોથ માટે પોલિસી અને ફન્ડ એલોકેશન સહિતના કરવામાં આવેલાં પ્રયત્નોથી આપણને વર્ષ 2030 સુધીમાં પાંચ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે.