ડિસે. Q3/24 માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 81.7% વધીને રૂ. 68 કરોડ, એયુએમ 54.4% વધી રૂ. 13,362.1 કરોડ થઈ

મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (nbfc) અને msme, અફોર્ડેબલ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વિવિધ સેગમેન્ટમાં અગ્રણી કંપની કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ (CGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન અને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડે તબક્કાવાર રૂ. 500 કરોડ સુધીની રકમ માટે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ કરવાને પણ મંજૂરી આપી છે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ફુલ્લી પેઈડ-અપ એક ઇક્વિટી શેરનું દરેક રૂ. 1ની ફેસ વેલ્યુની ફુલ્લી પેઇડ-અપના બે ઇક્વિટી શેરમાં પેટા વિભાજન કરવાને મંજૂરી આપી છે. કંપનીએ 1:1 બોનસ ઇશ્યૂને પણ મંજૂરી આપી છે એટલે કે દરેક રૂ. 1ની ફેસ વેલ્યુના એક નવા ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેરની સામે દરેક રૂ. 1ની ફેસ વેલ્યુનો એક નવો ફુલ્લી પેઇડ-અપ બોનસ ઇક્વિટી શેર મળશે. કંપનીએ શેરવિભાજન અને બોનસ માટે રેકોર્ડ ડેટ તરીકે મંગળવાર, 5 માર્ચ, 2024 નક્કી કરી છે જે મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાનાર કંપનીની અસાધારાણ સામાન્ય મીટિંગમાં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

કંપનીનો ત્રિમાસિક નફો 82 ટકા વધી રૂ. 68 કરોડ

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 68 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ. 37.4 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 81.7%નો વધારો દર્શાવે છે. કંપનીની નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એસેટ અંડર મેનેજમેન્ટ 54.4% વધીને રૂ. 13,362.1 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 8,654.5 કરોડ હતી. કંપનીએ એલ વી પ્રભાકર, શિશિર પ્રિયદર્શી અને સુશ્રી નુપૂર મુખરજીની તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વધારાના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરી છે જે શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.

કંપનીના શેર્સ બીએસઈ તથા એનએસઈ પર લિસ્ટેડ છે. સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 14 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 917 શાખાઓ તથા 10,150 કર્મચારીઓ સાથે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 124 અબજની એયુએમ નોંધાવી છે. પ્રમોટર ગ્રુપ 31 ડિસેમ્બર 2023ના રોજ કંપનીમાં 69.89%નો હિસ્સો ધરાવે છે. કંપની રૂ. 300 અબજની એયુએમ અને મધ્યમ ગાળા માટે મીડ-ટીન આરઓઈના અર્નિંગ ટાર્ગેટ સાથે ગોલ્ડ લોન, અફોર્ડેબલ હાઉસિંગ અને એમએસએમઈ લોન સહિતના બિઝનેસ સેગમેન્ટ પર મજબૂત ફોકસ રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે.


(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)