ગ્લોબલ ગેટવે: iThink લોજિસ્ટિક્સે આંતરરાષ્ટ્રીય ક્રોસ બોર્ડર સર્વિસ શરૂ કરી

નવી દિલ્હી : સાસ (SaaS) આધારિત શિપિંગ પ્લેટફોર્મમાંના એક iThink લોજિસ્ટિક્સએ આંતરરાષ્ટ્રીય શિપિંગ સર્વિસ પોર્ટલ iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલના પ્રારંભની જાહેરાત કરી છે. આ નવું સાહસ ઝડપથી વિકસતા ઇ-કોમર્સ વ્યવસાયો (SMEs) અને D2C બ્રાન્ડ્સને iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીથી જોડાયેલ વૈશ્વિક બજારોમાં ઝડપથી વિકસતા ઇ-કોમર્સ વિસ્તરણ અને વેચાણ વધારવામાં મદદ કરશે. ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ક્રોસ-બોર્ડર શિપિંગનું મુલ્ય 2025 સુધીમાં આશરે 129 અબજ ડોલરને વટાવી જવાનો અંદાજ છે, અને iThink લોજિસ્ટિક્સ મજબૂત આંતરરાષ્ટ્રીય સર્વિસ બનાવવા માટે તેના AI અને મશીન લર્નિંગ પાવર્ડ ટેક્નોલોજી પ્લેટફોર્મનો લાભ લઈને ભારતીય ઈ-કોમર્સ વિક્રેતાઓને મદદ કરે છે. iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલ સર્વિસીસનો ઉદ્દેશ્ય ભારતીય ઇ-કોમર્સ શિપર્સને એવી સર્વિસ પૂરી પાડવાનો છે જે ઇન્ડિયા પોસ્ટ ઇન્ટરનેશનલ સર્વિસિસ અને વૈશ્વિક સંકલનકારો વચ્ચે બંધબેસે છે. iThink લોજિસ્ટિક્સ ઇન્ટરનેશનલના મૂલ્ય દરખાસ્તોમાં તે જ દિવસે પિકઅપ, ડાયરેક્ટ ફ્લાઇટ કનેક્શન માટે બેન્ચમાર્ક ટ્રાન્ઝિટ ટાઇમ્સ અને મહત્વના બજારોમાં બહુવિધ શિપમેન્ટ ઇન્જેક્શન વિકલ્પોનો સમાવેશ થાય છે; ઈ-કોમર્સ કેન્દ્રિત કસ્ટમ ક્લિયરન્સ ગ્રાહક સપોર્ટ, મૂળ દેશ અને ગંતવ્ય દેશ બંનેમાં રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અપડેટ્સ; માર્કેટપ્લેસ અને ક્લાયન્ટની પોતાની વેબસાઇટ સાથે સીમલેસ એકીકરણ; અને મલ્ટી-મોડ વિકલ્પ સાથે છે. iThink લોજિસ્ટિક્સનું શિપિંગ પ્લેટફોર્મ Amazon, eBay, Shopify, Magento અને WooCommerce જેવા માર્કેટપ્લેસમાં એક ક્લિક કનેક્શન સાથે સીમલેસ ઇન્ટરલિંક પ્રદાન કરે છે. આ સેવા આજે જયપુર અને સુરતમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં 30 હજારથી વધુ મૂળ પોસ્ટ કોડ અને 20 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. સેક્ટરના ગ્રોથ અંગે ટિપ્પણી કરતાં iThink લોજિસ્ટિક્સના કો-ફાઉન્ડર ઝૈબા સારંગે જણાવ્યું હતું કે, અમે માર્ચ 2023 સુધીમાં યુએસ, કેનેડા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના તમામ મુખ્ય ગંતવ્ય બજારોમાં સેવા આપવાની યોજના બનાવીએ છીએ.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે શિપ મૂવમેન્ટમાં ઉચ્ચ પ્રદર્શનના ધોરણો સ્થાપ્યાં

મુંબઇ: એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે કામગીરીમાં ઉત્કૃષ્ટતાની શોધમાં તથા ગ્રાહકોને સારી સેવાઓ પ્રદાન કરવા પોર્ટે વિવિધ ટીમના સંકલિત પ્રયાસો દ્વારા પાંચ કલાકના સમયમાં સાત શિપની મૂવમેન્ટનું સંચાલન કર્યું હતું. શિપિંગ ઓપરેશન એક દરિયાઇ કામગીરી છે, જેમાં કાર્ગોની કામગીરી માટે પોર્ટ ઉપર વેસલના બર્થિંગ/ અનબર્થિંગ/ શિફ્ટિંગ વગેરે સામેલ છે. પોર્ટ ઉપર શિપિંગ મૂવમેન્ટ મરીન પાઇલોટ, વેસલ માસ્ટર્સ અને તેમના ક્રૂના સદસ્યો, પોર્ટ કંટ્રોલ રૂમના રેડિયો ઓપરેટર્સ, હાર્બર ટગ્સ, મૂરિંગ ગેંગ અને પાઇલોટ બોટના સામૂહિક પ્રયાસોથી હાથ ધરાય છે. પોર્ટની સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી યાકબ ફ્રિસ સોરેન્સે કહ્યું હતું કે, અમે પાંચ કલાકમાં સાત શિપની મૂવમેન્ટ હાથ ધરીને મરીન કામગીરીમાં બેન્ચમાર્ક સ્થાપિત કરવા ઉપર ગર્વ કરીએ છીએ. મે 2022માં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને વર્લ્ડ બેંક અને એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ દ્વારા સંયુક્તપણે વિકસિત કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (સીપીપીઆઇ)માં સૌથી કાર્યક્ષમ ભારતીય પોર્ટનો રેન્ક અપાયો હતો. સીપીપીઆઇ 2021માં કુલ 109.823 પોઇન્ટ્સ સાથે પોર્ટનો વૈશ્વિક રેન્ક 26મો હતો.