Corporate news
યસ બેંક રિકન્સ્ટ્રક્શન સ્કીમ વૈકલ્પિક બોર્ડની રચનાની પ્રક્રિયા શરૂ
યસ બેંકમાં નોંધપાત્ર બદલાવ તથા યસ બેંક રિકન્સ્ટ્રક્શન સ્કીમ માર્ચ 2020 (રિકન્સ્ટ્રક્શન સ્કીમ)ના અમલીકરણ બાદ હાંસલ કરાયેલી નોંધપાત્ર પ્રગતિ બાદ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રિકન્સ્ટ્રક્શન સ્કીમ હેઠળ તેના શેરધારકોને સ્કીમના નિર્દેશો મૂજબ વૈકલ્પિક બોર્ડની રચના કરવાની ભલામણ કરી છે. વૈકલ્પિક બોર્ડની રચના થઇ રહી છે તથા તે લાગુ કાયદા અને નિયમો હેઠળ કામ કરશે, જ્યારેકે વર્તમાન બોર્ડ રિકન્સ્ટ્રક્શન સ્કીમના કાર્યક્ષેત્ર હેઠળ રચાયું હતું અને કાર્યરત છે. વૈકલ્પિક બોર્ડની રચના કરવાના બોર્ડના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં બોર્ડના ચેરમેન સુનિલ મેહતાએ કહ્યું હતું કે, “યસ બેંકે વૈકલ્પિક બોર્ડની રચના કરવાની પ્રક્રિયાની શરૂઆત કરીને રિકન્સ્ટ્રક્શન સ્કીમમાંથી બહાર આવવામાં આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેનાથી દેશમાં ખાનગીક્ષેત્રના સૌથી મોટા બેંક પૈકીના એકમાં ઐતિહાસિક બદલાવ હાંસલ થયો છે. ભારત સરકારે યસ બેંક રિકન્સ્ટ્રક્શન સ્કીમ, 2020ને 13 માર્ચ, 2020ના રોજ જાહેર કરી હતી. બેંકના વર્તમાન બોર્ડની રચના રિકન્સ્ટ્રક્શન સ્કીમના પેરા 5માં નિર્ધારિત નિયમો હેઠળ કરવામાં આવી હતી, જેમાં નીચેના ડાયરેક્ટર્સની નિમણૂંકનો સમાવેશ થાય છેઃ
- રિકન્સ્ટ્રક્શન સ્કીમમાં દર્શાવ્યાં મૂજબ ચાર ડાયરેક્ટર્સમાં એમડી અને સીઇઓ તથા ચેરમેન સામેલ છે. જેમાં સુનિલ મેહતા, બોર્ડના ચેરમેન, મહેશ કૃષ્ણમૂર્તિ, બોર્ડ મેમ્બર, અતુલ ભેડા, બોર્ડ મેમ્બર અને પ્રશાંત કુમાર, એમડી અને સીઇઓનો સમાવેશ થાય છે.
- બે એસબીઆઇ નોમિની ડાયરેક્ટર્સ કે જેઓ એસબીઆઇના અધિકારીઓ છે.
નાણાકીય વર્ષ 2022 માટેના યસ બેન્કના સિમા ચિહ્નો
- નાણાકીય વર્ષ 2022 માટે બેંકનો નફો રૂ. 1,066 કરોડ નોંધાયો છે, જે પહેલાં નાણાકીય વર્ષ 2020 અને 2021માં જંગી ખોટ નોંધાઇ હતી
- ડિપોઝિટ બુક લગભગ બમણી – રૂ. 1.05 લાખ કરોડ (માર્ચ-20) રૂ. 1.97 લાખ કરોડ (માર્ચ-22). કાસા રેશિયો ફરીથી 30 ટકાથી વધુ
- બેંકની તરલતાની સ્થિતિ તથા ફંડિંગ સ્ટ્રક્ચ્રમાં નોંધપાત્ર કરેક્શન અને સુધારો સીડી રેશિયોમાં સુધારા દ્વારા જોવા મળે છે કે જે 163 ટકાથી સુધરીને 92 ટકા થયો છે તેમજ લિક્વિડિટી કવરેશ રેશિયો 37 ટકાથી સુધરીને 128 ટકા થયો છે
- જુલાઇ 2020માં રૂ. 15,000 કરોડની ઇક્વિટી મૂડી ઉભી કરી. સીઇટી1 રેશિય 6.3 ટકા (માર્ચ-20)થી સુધરીને 11.6 ટકા (માર્ચ-22)
- રિટેઇલ-એમએસએમઇ મિક્સમાં 44 ટકા (માર્ચ-20)થી 60 ટકા (માર્ચ-22)ના સુધારા સાથે બેલેન્સ-શીટમાં સતત સુધારો
- બેલેન્સ શીટના કોન્સોલિડેશનથી ધ્યાન બદલીને વૃદ્ધિ ઉપર કેન્દ્રિત. નાણાકીય વર્ષ 2022માં લોન બુક 9 ટકા વધી, જ્યારેકે તમામ સેગમેન્ટ્સમાં કુલ વિતરણ રૂ. 70,000 કરોડ થયું
———————-
વૈકલ્પિક બોર્ડની રચના નીચે મૂજબ છે
- અતુલ મલિક
- રેખા મુર્તી
- શરદ શર્મા
- નંદિતા ગુર્જર
- સંજય કુમાર ખેમાણી
- સદાશિવ શ્રીનિવાસ રાવ
- ટી કેશવ કુમાર
- સંદિપ તિવારી
- પ્રશાંત કુમાર