અમદાવાદ, 2 જૂન: ક્રેયન્સ એડવર્ટાઈઝમેન્ટનો આઈપીઓ આજે રૂ. 90.00 પર લિસ્ટેડ થયો હતો. NSE ઇમર્જ ખાતે રૂ. 65ની ઓફર કિંમતની સરખામણીએ સવારે રૂ. 90ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 94.50 અને નીચામાં 90ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 29.50 એટલેકે 38.46% પ્રીમિયમ સાથે રૂ. 94.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રેયોન્સ નેટવર્ક એ એક સંકલિત માર્કેટિંગ અને સંચાર એજન્સી છે જે જાહેરાત મીડિયા સેવાઓ માટે એડ-ટેક કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કંપનીએ જાહેર જનતાને 64.30 નવા શેર ઓફર કર્યા હતા અને ઇશ્યુ 147.61 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ક્રેયન્સ એડવર્ટાઈઝિંગ એ ભારતની પ્રથમ મુખ્ય સ્વદેશી સંકલિત જાહેરાત એજન્સી છે. ઇશ્યૂમાં કોર્પોરેટ કેપિટલ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે અને સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

ક્રેયન્સના શેરની શુક્રવારની સ્થિતિ

ઇશ્યૂ પ્રાઇસ65
ખુલ્યો90
વધી94.50
ઘટી90
બંધ94.50
સુધર્યોરૂ. 29.50
સુધર્યો38.46%