જુન 2024માં સમાપ્ત થતા ક્વાર્ટરમાં રિટેલ ધિરાણની વૃદ્ધિ ધીમી પડી
લોનના તમામ પ્રોડક્ટમાં, ખાસ કરીને નાની રકમની લોનમાં, ધિરાણ ધીમું પડ્યું | ક્રેડિટ કાર્ડ સિવાય મોટા ભાગની પ્રોડક્ટમાં ધિરાણની કામગીરીમાં સુધારો ચાલુ |
મુંબઈ, 23 સપ્ટેમ્બર: નાણાંકીય સંસ્થાઓએ ખાસ કરીને ક્રેડિટ-કાર્ડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પરની લોન, અને પર્સનલ લોન જેવા ક્ષેત્રોમાં ધિરાણ પર સિકંજો કસતા જુન 2024માં પૂરા થતા ત્રિમાસિકગાળામાં ભારતમાં રિટેલ લોનની વૃદ્ધિ ધીમી પડી છે. બેલેન્સ-લેવલ ડેલિન્ક્વેન્સિસના સ્વરૂપમાં ગણતરી કરવામાં આવતી લોનની ચુકવણીમાં વિંલબની સ્થિતિ, ક્રેડિટ કાર્ડ સિવાય, એકંદરના ક્ષેત્રોમાં સુધરી છે.
જુન 2024ના સીએમઆઇ અહેવાલના તારણો અંગે વાત કરતા ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે જણાવ્યું હતું કે, રિટેલ લોન ધીમી પડી રહી હોવાનું અનુભવી રહ્યાં છીએ. ધિરાણકર્તાઓ હવે જોખમના આધારે વિવિધ ક્ષેત્રોમાં કોને લોન આપી શકાય છે તે શોધી શકશે અને વૃદ્ધિના આગામી તબક્કાને બળ આપતી વખતે તેમને લોન સુલભ કરી શકશે.
ક્રેડિટ કાર્ડ અને હોમ લોન સિવાયના વપરાશ આધારિત તમામ લોન પ્રોડક્ટમાં સીએમઆઇ હકારાત્મક (શૂન્ય કરતા ઊંચો) હોવાં છતાં ધિરાણ માટેના મોટા ભાગના લોકપ્રિય પ્રોડક્ટમાં નવા ખાતાં ખુલવામાં (ઓરિજિનેશન્સમાં) વાર્ષિક (YoY) ઘટાડો સીએમઆઇના અહેવાલમાં દર્શાવવામાં આવ્યો છે. તેના કારણે સીએમઆઇ સપ્લાય ઇન્ડેક્સ જુન 2023ના 95થી સતત ઘટીને જુન 2024માં 91 પર આવી ગયો છે. પર્સનલ લોન સહિત વપરાશ આધારિત ધિરાણના પ્રોડ્ક્ટ્સમાં નવા ખાતાં ખુલવાંની વૃદ્ધિ પણ જુન 2024માં પૂરા થતા ત્રિમાસિકગાળામાં ધીમી પડી હતી.
ટેબલ 1: YoY ઓરિજીનેશન્સમાં વૃદ્ધિ (ખાતાઓ)
પ્રોડક્ટ | જુન23 ક્વાર્ટરમાં | જુન24 ક્વાર્ટરમાં |
હોમ લોન | -4% | -9% |
LAP | 13% | 2% |
ઓટો લોન | 10% | 2% |
ટુ-વ્હિલર લોન | 17% | 13% |
પર્સનલ લોન | 36% | 3% |
ક્રેડિટ કાર્ડ | 8% | -30% |
કન્ઝ. ડ્યુરે. લોન | 14% | 4% |
એકંદરે નવા ખાતાનો વધારો ધીમો પડ્યો હતો પણ હોમ લોનના ખાતાઓ વોલ્યુમની દ્રષ્ટિએ 9 ટકા ઘટ્યાં હતાં. ક્રેડિટ કાર્ડમાં આ ઘટાડો 30 ટકા હતો. નવા ખાતાઓમાં મૂલ્ય અને ખાતાંની સંખ્યાની દ્રષ્ટિએ માત્ર દ્વિ-ચક્રી વાહનોમાં દ્વિઅંકી વૃદ્ધિ જોવા મળી હતી.
ન્યુ-ટુ-ક્રેડિટ ગ્રાહકોનો લોન ઓરિજિનેશન્સમાં હિસ્સો વિક્રમી તળિયે
ન્યુ-ટુ-ક્રેડિટ (એનટીસી – પ્રથમવાર લોન લેતા) ગ્રાહકોનો ઓરિજિનેશન્સનો હિસ્સો પાછલા પાંચ વર્ષોથી સતત ઘટી રહ્યો છે. ઓરિજિનેશન્સમાં એનટીસી ગ્રાહકોનો હિસ્સો જુન 2023ના ક્વાર્ટરના 16 ટકાથી ઘટીને જુન 2024ના ક્વાર્ટરમાં 12 ટકા થયો છે, જે ટ્રાન્સયુનિયન સિબિલનો આ સેગમેન્ટ માટેનો અત્યાર સુધીનો સૌથી નીચો હિસ્સો છે.
9.9 કરોડ ગ્રાહકોએ 2023-24માં પ્રથમ લોન લઈ એનટીસી બન્યા હતા. મિલેનિયલ્સ (વર્ષ 1980થી 1994 વચ્ચે જન્મેલા લોકો)નો હિસ્સો 35 ટકાએ સૌથી વધારે હતો. 22 ટકા સાથે બીજા ક્રમે જેન ઝેડ (1995માં અથવા તે પછી જન્મેલા લોકો) હતા.
એનટીસી ધિરાણલાભાર્થી પ્રથમ લોન લે ત્યાંથી જ બીજી લોન લે એની શક્યતા ઊંચી છે. એક જ વર્ષમાં બીજી લોન લેનાર પૈકી 48 ટકા એ પ્રથમ લોન લીધી હતી તેની પાસેથી જ બીજી લોન પણ લીધી હતી.
ક્રેડિટ કાર્ડ સિવાય તમામ પ્રોડક્ટ્સમાં ક્રેડિટ પર્ફોર્મન્સમાં સુધારો જારી
જુન 2023માં 96નો કન્ઝ્યુમર પર્ફોર્મન્સનો સીએમઆઇ આંક 6 પોઇન્ટ સુધરીને જુન 2024માં 102 થયો હતો, જે પ્રોડક્ટ્સના તમામ વર્ગોમાં એકંદરના બેલેન્સ-લેવલ સિરિયસ ડેલિન્ક્વેન્સિઝ (ચુકવણીમાં 90 અથવા વધારે દિવસનો વિલંબ)માં સતત સુધારો સુચવે છે.
વાર્ષિક બેલેન્સ-લેવલ ડેલિન્ક્વેન્સિઝ*માં વાર્ષિક (YoY) સુધારો
પ્રોડક્ટ | જુન 2024 ક્વાર્ટરમાં | વાર્ષિક (YoY) ફેરફાર (bps) |
હોમ લોન | 0.9% | -32 |
LAP | 1.6% | -59 |
ઓટો લોન | 0.6% | -7 |
ટુ-વ્હિલર લોન | 1.4% | -51 |
પર્સનલ લોન | 1.2% | -2 |
ક્રેડિટ કાર્ડ | 1.8% | 17 |
કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન | 1.4% | -36 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)