બિગબ્લોક કન્સ્ટ્રક્શન ઉમરગાંવ યુનિટ ખાતે 250 કિલોવોટ રૂફટોપ સોલર પ્લાન્ટ ઊભો કરશે

23 સપ્ટેમ્બર, 2024: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (એએસી) બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. આ કંપની એ તાજેતરમાં જ 250 કિલોવોટના રૂફટોપ સોલર પ્લાન્ટ સ્થાપવા માટે ઓર્ડર આપ્યો છે. કંપની ઉમરગાંવ (વાપી) યુનિટ ખાતે 450 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ પહેલેથી ધરાવે છે. આનાથી પ્રોજેક્ટના પૂરા થવા પર ઉમરગાંવ યુનિટ ખાતે કુલ સ્થાપિત ક્ષમતા 700 કિલોવોટથી વધુની થઈ જશે. કંપનીએ મહારાષ્ટ્રના પાલઘરમાં તેના વાડા પ્લાન્ટ ખાતે 625 કિલોવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટનો પ્રારંભ કરી દીધો છે. 250 કિલોવોટની વધારાની સ્થાપના સાથે કંપનીની કુલ સ્થાપિત સોલર ક્ષમતા 1.3 મેગાવોટ સુધી પહોંચશે. આ પહેલ પુનઃવપરાશી ઊર્જા સોલ્યુશન્સ તરફ આગળ વધવા અને તેની કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવા માટે કંપની ક્ષમતા ધરાવે છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન્સના ચેરમેન શ્રી નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, “આ ઇન્સ્ટોલેશન દ્વારા ઉત્પન્ન થતી સૌર શક્તિ ન કેવળ બિગબ્લોકના ઊર્જા વપરાશના નોંધપાત્ર હિસ્સાને સરભર કરશે જ પરંતુ નોંધપાત્ર ઓપરેશનલ ખર્ચની બચત પણ કરશે. આ નાણાંકીય લાભ કંપનીને તેની ટકાઉપણા પહેલમાં પુનઃરોકાણ કરવામાં સક્ષમ બનાવશે અને ગ્રીન કન્સ્ટ્રક્શન સેક્ટરમાં તેની સ્થિતિને વધુ મજબૂત કરશે. સૌર ઊર્જામાં રોકાણ કરીને, અમે ન કેવળ અમારી પર્યાવરણીય અસરને ઘટાડી રહ્યા છીએ પરંતુ આવનારી પેઢીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પણ દર્શાવી રહ્યા છીએ.”
કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ગુજરાતમાં ઉમરગાંવ (વાપી) અને કપડવંજ (અમદાવાદ) તથા મહારાષ્ટ્રમાં વાડા (પાલઘર)માં આવેલા છે. કાર્બન ક્રેડિટ જનરેટ કરનારી એએસી ઉદ્યોગમાં તે બહુ ઓછી કંપનીઓમાંની એક છે. અગાઉ કંપનીએ મહારાષ્ટ્રના વાડા ખાતે આશરે રૂ. 2.5 કરોડના રોકાણ સાથે 625 કિલોવોટ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. કંપની કપડવંજ યુનિટમાં વધુ એક રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે. કંપની તેના પ્લાન્ટમાં તેની લગભગ 33 ટકા પાવર જરૂરિયાતને સૌર ઊર્જાની રિન્યુએબલ ગ્રીન એનર્જીથી બદલી શકશે. બિઝનેસની દ્રષ્ટિએ કંપનીએ વેચાણમાં 19 ટકા અને ચોખ્ખા નફામાં 80 ટકાથી વધુ પાંચ વર્ષનો સીએજીઆર નોંધાવ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)