જીજેએસનું દિવાળી એડિશન પ્રદર્શન તા. 22-25 સપ્ટેમ્બર દરમિયાન

Mumbai: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દિવાળી એડિશનનું આયોજન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (નેસ્કો), મુંબઈ ખાતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મેગા B2B એક્સ્પોની બીજી આવૃત્તિ) કરી રહ્યું છે.

– આ શોમાં 400 થી વધુ પ્રદર્શકો ભારત, યુકે, દુબઈ, બાંગ્લાદેશમાંથી ભાગ લેશે

– આંતરરાષ્ટ્રીય બજારોમાં 100 થી વધુ રોડ શો કર્યા છે. ઇવેન્ટમાં 15000 થી વધુ ખરીદદારો, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે

– આ શોમાં ઉદ્યોગના અગ્રણી નેતાઓ દ્વારા ટ્રેન્ડ ટોક સાથે શૈક્ષણિક સેમિનાર પણ જોવા મળશે

આશિષ પેઠે, ચેરમેન, GJCએ જણાવ્યું હતું કે, “અમે દિવાળી/દશેરાની તહેવારોની સિઝન પહેલા આ શોનું વ્યૂહાત્મક આયોજન કર્યું છે. જીજેસીના વાઇસ ચેરમેન અને જીજેએસના કન્વીનર સૈયમ મહેરાએ જણાવ્યું હતું કે, 400 થી વધુ પ્રદર્શકો અને 800 બૂથ વ્યાપક સ્ટોક સાથે તૈયાર છે અને 9000 નોંધાયેલા મુલાકાતીઓ છે” નિલેશ શોભાવત (સહ-સંયોજક GJS)ના જણાવે છે કે, અમારું ધ્યાન ઉદ્યોગને યાદગાર અનુભવ આપવાનું છે અને અમને વિશ્વાસ છે કે અમે ડિલિવરી કરીશું.