સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ

CategorySubscription (times)
QIB0.01
NII1.95
Retail1.45
Total1.16

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો રૂ. 1200 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે થોડી જ ક્ષણોમાં ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. 11.00 વાગ્યા સુધીમાં રિટેલ પોર્શન 4.47 ગણા સબસ્ક્રિપ્શન સાથે કુલ 1.18 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈએ 1.26 ગણી અરજી કરી છે.

DOMS Industries આઈપીઓની પ્રાઈસ બેન્ડ 750-790 નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ 18 શેર્સ માટે બીડદીઠ રૂ. 14220ની અરજી કરવાની રહેશે. જેમાં કર્મચારીઓને ખાસ રૂ. 75 ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આઈપીઓ 15 ડિસેમ્બરે બંધ થશે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 18 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 20 ડિસેમ્બરે થશે.

ગ્રે માર્કેટ પ્રીમિયમઃ ગ્રે માર્કેટમાં ડોમ્સ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 790ની સામે રૂ. 495 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ 63 ટકા પ્રીમિયમે થવાની શક્યતા છે. કંપની સ્ટેશનરી અને તે સંબંધિત મટિરિયલ પ્રોડક્ટ્સમાં બીજી સૌથી ઝડપથી ઉભરતી માર્કેટ લીડર છે.

બ્રોકરેજ વ્યૂહઃ કેપિટલ માર્કેટ અને સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટમાર્ટ લિ.એ આઈપીઓ અપ્લાય કરવા સલાહ આપી છે. જ્યારે એક્સિસ કેપિટલે કોઈ રેટિંગ આપ્યું નથી. રિલાયન્સ સિક્યુરિટીઝે પણ મજબૂત ફંડામેન્ટલ્સને જોતાં આઈપીઓ ભરવા કહ્યું છે.

ફંડામેન્ટલ્સઃ ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક 77.28 ટકા અને ચોખ્ખો નફો 500.18 ટકા વધ્યો છે. પીઈ રેશિયો 43.19x છે. જે તેની લિસ્ટેડ હરીફ કંપની કોકુયો કેમ્લિનના 64.14 કરતાં ઓછો અને અન્ય ત્રણ ફ્લેર રાઈટિંગ, નવનીત એજ્યુકેશન, લિંક લિ. કરતાં વધુ છે. જો કે, તેની શેરદીઠ કમાણી પણ વધુ 18.29 છે.

વિગત (રૂ. કરોડમાં)માર્ચ-23માર્ચ-22માર્ચ-21
Revenue1,216.52686.23408.79
Profit After Tax102.8717.14-6.03
Net Worth337.43247.25233.61
Total Borrowing100.0784.9097.27