અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ ભારતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે તેમની ઉપરની ગતિ જાળવી રાખી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જાન્યુઆરી દરમિયાન ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ વધીને ₹21,780.56 કરોડ થયો હતો. અનુક્રમે ₹4,804 કરોડ અને ₹3,256 કરોડના યોગદાન સાથે સેક્ટરલ/થિમેટિક અને સ્મોલ-કેપ ઓરિએન્ટેડ ફંડ પ્રાથમિક ફાળો આપનારા હતા.

AMFI દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)એ જાન્યુઆરી 2024માં ₹18839 કરોડનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઇક્વિટી સ્કીમોએ ઇન્ફ્લોમાં ઉછાળો અનુભવ્યો હતો, જે ડિસેમ્બર’23માં ₹16,997 કરોડની સરખામણીએ જાન્યુઆરી-24માં આશરે ₹21,780 કરોડ સુધી પહોંચ્યો હતો. મલ્ટિ-કેપ કેટેગરીના ફંડ્સમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે ડિસેમ્બર-23માં અંદાજે ₹1,852 કરોડથી જાન્યુઆરી-24માં ₹3,038 કરોડે પહોંચ્યો હતો. લાર્જ કેપ્સે ડિસેમ્બર 2023માં અનુભવેલા નેટ આઉટફ્લો ઉલટાવી આ મહિને સકારાત્મક યોગદાન દર્શાવ્યું.”

મોતીલાલ ઓસ્વાલ એએમઓ એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર અખિલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, સ્મોલ કેપ્સમાં રોકાણ વધારો સૂચવે છે કે મોટી કેપ્સ/ફ્લેક્સી કેપ્સ ઓરિએન્ટેડ સ્કીમ ભવિષ્યમાં ઊંચા પ્રવાહને આકર્ષી શકે છે. હાઇબ્રિડ કેટેગરીમાં, MAFએ ₹7,079 કરોડનો નોંધપાત્ર પ્રવાહ જોયો હતો, જે અગાઉના મહિનામાં ₹2,420 કરોડથી નોંધપાત્ર વધારો દર્શાવે છે.