ઓફરમાં રૂ. 87 કરોડની ફ્રેશ ઓફર, વિક્રેતા શેરધારકોની રૂ. 327 કરોડની વેચાણ યોજના

ગુજરાતમાં વાપી સ્થિત ગુજરાત પોલીસોલ કેમિકલ્સ લિમિટેડે આઇપીઓ મારફતે રૂ. 414 કરોડના કુલ ઇક્વિટી શેર ઓફર કરીને ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. ઇક્વિટી શેરની ઓફરમાં રૂ. 87 કરોડનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 327 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“ઓફર ફોર સેલ”) સામેલ હશે. કંપનીએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે.

કંપનીની કામગીરી વિશે

કંપની ભારતમાં ઇન્ફ્રા-ટેક (કન્સ્ટ્રક્શન), એગ્રો, ડાઇઝ અને ચર્મ ઉદ્યોગો માટે અગ્રણી કેમિકલ્સ ઉત્પાદકો પૈકીની એક છે અને ભારતમાં ઇન્ફ્રા-ટેક, ડાય અને પિગમેન્ટ તથા ટેક્સટાઇલ અને ચર્મ ઉદ્યોગોમાં ડિસ્પર્સિંગ એજન્ટની અગ્રણી સપ્લાયરમાં સામેલ છે તથા પાવડર સર્ફક્ટન્ટ્સની અગ્રણી સપ્લાયર છે. કંપનીના ઉત્પાદનો એકમોની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 130,400 એમટી છે, જેને ઉદ્યોગના અંતિમ વપરાશને આધારે (1) ઇન્ફ્રા-ટેક (કન્સ્ટ્રક્શન) કેમિકલ્સ, (2) એગ્રો કેમિકલ્સ (જંતુનાશક ફોર્મ્યુલેશન્સ), (3) ડાઇઝ, પિગમેન્ટ્સ અને ટેક્સટાઇલ કેમિકલ્સ અને (4) લેધર કેમિકલ્સમાં વર્ગીકૃત કરી શકાશે.

એકત્રિત ભંડોળનો ઉપયોગ ક્યાં ક્યાં કરશે

  • કંપનીના તમામ કે ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી અને (2) સાધારણ કોર્પોરેટ કામગીરી.

કંપનીની નાણાકીય સ્થિતિ અંગે

  • 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા 6 મહિનાના ગાળા તથા નાણાકીય વર્ષ 2020-21, નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2018-19 માટે જીપીસીએલની પુનઃકથિત કુલ આવક અનુક્રમે રૂ. 183 કરોડ, રૂ. 380 કરોડ, રૂ. 440 કરોડ અને રૂ. 439 કરોડ હતી.
  • વર્ષ માટે નફો નાણાકીય વર્ષ 2018-19થી નાણાકીય વર્ષ 2020-21 વચ્ચે 76.42 ટકાના સીએજીઆરના દરે વધ્યો હતો.

લીડ મેનેજર્સ અંગે

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર આઇએનજીએ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

શેર્સ ક્યાં થશે લિસ્ટેડ

ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.