અમદાવાદઃ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)નો ત્રિમાસિક ચોખ્ખો નફો 20 ટકા ઘટ્યો હોવા છતાં શેરહોલ્ડર્સને રૂ. 5493 કરોડનું ડિવિડન્ડ ફાળવવા જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ઝિંક ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના બોર્ડે ઈક્વિટી શેરદીઠ ₹13ના દરે ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ FY2023 માટે શેરદીઠ ₹ 2ની ફેસ વેલ્યુના 650% છે. જેની રેકોર્ડ ડેટ 30 જાન્યુઆરી છે.
નફો 20 ટકા ઘટ્યો, EBITDA 16 ટકા ઘટીઃ હિન્દુસ્તાન ઝિંકે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2156 કરોડનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો નોંધાવ્યો હતો. જે ગતવર્ષે રૂ. 2701 કરોડ કરતાં 20.2 ટકા ઘટ્યો હતો. આવકો 1.6 ટકા ઘટી રૂ. 7628 કરોડ રહી હતી. જે ગતવર્ષે 7841 કરોડ હતી. હિન્દુસ્તાન ઝિંકના EBITDAમાં 15.2 ટકાનો ઘટાડો થયો હતો જે 3707 કરોડ રહી હતી. નવ માસમાં રોકાણકારોને શેરદીઠ રૂ. 50 ફાળવ્યાઃ ચાલુ નાણાકીય વર્ષમાં હિન્દુસ્તાન ઝિંકે કુલ રૂ. 49.50 ડિવિડન્ડ પેટે ફાળવ્યાં છે. અગાઉ પ્રથમ ત્રિમાસિકના અંતે શેરદીઠ રૂ. 21, બીજા ત્રિમાસિકના અંતે રૂ. 15.50 ફાળવ્યા હતા અને હાલ ત્રીજા વચગાળાના ડિવિડન્ડ પેટે રૂ. 13 ફાળવશે.

કંપનીએ જાહેર કરેલું ડિવિડન્ડ એક નજરે

વિગતશેરદીઠ ડિવિડન્ડશેરદીઠ ટકાવારી
Q1-23211050%
Q2-2315.50775%
Q3-2313650%