નવી દિલ્હી, 12 ઓગસ્ટઃ નોકિયા ફોનના હોમ ગણાતા HMD ગ્લોબલે નોકિયાએ 130 મ્યુઝિક લોન્ચ કર્યો છે. રવિ કુંવર, વાઇસ પ્રેસિડેન્ટ- ભારત અને APAC, એચએમડી ગ્લોબલે જણાવ્યું, નોકિયા 130 મ્યુઝિક અને નોકિયા 150 તેની એકદમ નવી ડિઝાઇન અને સમૃદ્ધ મ્યુઝિક ફીચર્સ, લાંબા ટોક ટાઈમ માટે અપગ્રેડ કરાયેલી બેટરી, યુઝર ફ્રેન્ડલી ડિઝાઇન લાંબા સમયના કનેક્શન અને સગવડનું ઉદાહરણ છે.

નોકિયા 130: સંગીતપ્રેમીઓ માટેઃ પાવરફુલ લાઉડસ્પીકર અને MP3 પ્લેયરથી સજ્જ નોકિયા 130 મ્યુઝિક ની મદદથી તમે ગમે ત્યારે અને ગમે ત્યાં તમારી મનપસંદ ધૂન માણી શકો છો. તે માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ ધરાવે છે જેથી તમે તમારું તમામ મ્યુઝિક સ્ટોર કરી શકો છો. તેનો એફએમ રેડિયો વાયર્ડ અને વાયરલેસ બંને મોડ ઓફર કરે છે જેથી તમારી પસંદગીઓને અનુરૂપ અમર્યાદિત સંગીતના વિકલ્પો પ્રદાન કરે છે. વિશાળ 2.4 ઈંચના ડિસ્પ્લે અને ટેક્ટાઈલ કી મેટને કારણે નોકિયા 130 મ્યુઝિકની મદદથી નેવિગેટિંગ અને ટેક્સ્ટિંગ સરળ અને ઝડપી બને છે. આ ફોન ડ્યુઅલ-બેન્ડ GSM 900/1800 નેટવર્ક પણ ધરાવે છે, જે કૉલ્સ અને ટેક્સ્ટ્સ માટે વિશ્વસનીય કનેક્ટિવિટી પૂરી પાડે છે. ફોન 32GB સુધીના SD કાર્ડને સપોર્ટ કરે છે, જે મલ્ટીમીડિયા અને ડેટા સ્ટોરેજ માટે પૂરતી સ્પેસ પૂરી પાડે છે. નોકિયા 130 મ્યુઝિકનું ફોર્મ ફેક્ટર કોમ્પેક્ટ અને વ્યવહારુ બંને છે, તે 2.4-ઇંચનો QVGA ડિસ્પ્લે ધરાવે છે જે સ્પષ્ટ વિઝ્યુઅલ દેખાડે છે. સીમલેસ કનેક્ટિવિટી માટે આ ડિવાઈસ માઇક્રો USB (USB 1.1) પોર્ટ અને સ્ટાન્ડર્ડ 3.5mm ઓડિયો હેડફોન જેક તથા બંડલ વાયર્ડ હેડફોનથી સજ્જ છે.

નોકિયા 150 એક પ્રીમિયમ ફીચર ફોન છે. IP52 ડસ્ટ અને સ્પ્લેશ-પ્રૂફ રેટિંગ ધરાવે છે. અપગ્રેડ કરાયેલી 1450 mAh બેટરી ના કારણે 20 કલાકનો ટોકટાઈમ અને સ્ટેન્ડબાય પર 34 દિવસ ઉપયોગ કરી શકો છો. ફ્લેશ અને વિશાળ 2.4” ડિસ્પ્લે ધરાવતા VGA રિઅર કેમેરા, પાવરફુલ લાઉડ સ્પીકર અને MP3 પ્લેયર 30 કલાક સુધી મ્યુઝિક પ્લેબેકની સુવિધા આપે છે.

વેરિયન્ટ, કિંમત અને ઉપલબ્ધતા

નોકિયા 130 મ્યુઝિક ભારતમાં રિટેલ સ્ટોર્સ પર, Nokia.com/phones પર અને ઑનલાઇન પાર્ટનર સ્ટોર્સ પર ત્રણ સ્ટાઇલિશ રંગો – ડાર્ક બ્લુ, પર્પલ અને લાઇટ ગોલ્ડમાં ઉપલબ્ધ થશે. ડાર્ક બ્લુ અને પર્પલ કલર માટે તેનો ભાવ 1849 રૂપિયા અને લાઇટ ગોલ્ડ કલર માટે ભાવ 1949 રૂપિયા રહેશે.

નોકિયા 150 ત્રણ આકર્ષક રંગો – ચારકોલ, સાયન અને રેડમાં માત્ર રૂ. 2699માં ઉપલબ્ધ છે. નોકિયા 150 પ્રીમિયમ ફીચર ફોન એક અસાધારણ મૂલ્ય ઓફર કરે છે અને તેની શ્રેણીમાં એક નવું સ્ટાન્ડર્ડ સ્થાપે છે.