2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ
14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા
અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ મારફત રૂ. 20557 કરોડ એટલે કે, કુલ એકત્રિત ફંડ્સમાંથી 58 ટકાનો હિસ્સો ધરાવે છે ઓવરઓલ પબ્લિક ઇક્વિટી ફંડ એકત્રિકરણ પણ આગલાં વર્ષના રૂ.92191 કરોડ સામે 55 ટકાના ઘટાડા સાથે રૂ.41919 કરોડનું એકત્રિકરણ દર્શાવે છે.- પ્રણવ હલદિયા, પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર |
વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફત એકત્રિત ફંડ (રૂ. કરોડ)
Period (Apr-Sep) | IPOs (incl. SME IPOs) | FPOs (incl. SME FPOs) | OFS(SE) | QIPs | IPPs | InvITs/ ReITs | Total Equity | Public Bonds | Total Equity + Bonds |
2022-23 | 36,535 | – | 1,446 | 3,522 | – | 416 | 41,919 | 3,233 | 45,152 |
2021-22 | 52,325 | – | 11,511 | 17,276 | – | 11,079 | 92,191 | 8,685 | 1,00,876 |
2020-21 | 7,713 | 15,000 | 12,085 | 51,232 | – | 29,715 | 1,15,746 | 1,329 | 1,17,075 |
2019-20 | 8,674 | 11 | 10,590 | 17,430 | – | 2,306 | 39,012 | 8,559 | 47,571 |
2018-19 | 13,589 | – | 3,822 | 5,596 | – | 3,145 | 26,152 | 27,219 | 53,371 |
2017-18 | 27,555 | – | 11,794 | 30,581 | 4,668 | 7,283 | 81,881 | 3,896 | 85,777 |
2016-17 | 17,296 | – | 3,907 | 4,318 | – | – | 25,521 | 23,893 | 49,414 |
2015-16 | 4,950 | – | 12,916 | 12,428 | – | – | 30,294 | 2,302 | 32,595 |
2014-15 | 1,017 | – | 2,604 | 20,171 | 418 | – | 24,210 | 5,703 | 29,913 |
2013-14 | 1,050 | – | 5,626 | 1,222 | 4,180 | – | 12,077 | 8,133 | 20,210 |
2012-13 | 492 | – | 280 | 872 | 371 | – | 2,015 | 2,217 | 4,232 |
આઇપીઓને મળેલાં રિસ્પોન્સ અંગે જોઇએ તો 14માંથી 4 આઇપીઓને મેગા રિસ્પોન્સ મળવા સાથે 10 ગણાથી વધુ છલકાયા હતા. જ્યારે એક આઇપીઓ તો 50 ગણાથી વધુ છલકાયો હતો. જ્યારે 3 આઇપીઓ 3 ગણાથી વધુ ભરાયા હતા. બાકીના સાત આઇપીઓ 1થી 3 ગણા ભરાયા હતા. રૂ. 2-10 લાખના નવા એચએનઆઇ સેગ્મેન્ટમાં પાંચ આઇપીઓને 10 ગણાથી વધુ રિસ્પોન્સ મળ્યો હતો.
રિટેલ અરજીઓની સંખ્યા 15.56 લાખથી ઘટી 7.57 લાખ થઇ ગઇ
રિટેલ રોકાણકારો તરફથી આઇપીઓને રિસ્પોન્સનું પ્રમાણ ઘટવા સાથે અરજીઓની સંખ્યા આગલાં વર્ષના 15.56 લાખથી ઘટી 7.57 લાખ થઇ છે. એટલું જ નહિં, રિટેલ રોકાણકારો દ્રારા શેર્સ માટે અરજી કરાયેલી એકત્રિત રકમ પણ આગલાં વર્ષની સરખામણીમાં 32 ટકા ઘટી રૂ. 23880 કરોડની થઇ છે. તેની સામે રિટેલ રોકાણકારોને એલોટમેન્ટ કુલ આઇપીઓ એકત્રિકરણના 28 ટકા વધી રૂ. 9842 કરોડ થયું છે.
ઇશ્યૂ | રિટેલ અરજીઓ |
એલઆઇસી | 32.76 લાખ |
હર્ષા એન્જિ. | 23.86 લાખ |
કેમ્પસ એક્ટિવેર | 17.27 લાખ |
એવરેજ લિસ્ટિંગ પ્રિમિયમ 32 ટકાથી ઘટી 12 ટકા
લિસ્ટિંગ તારીખના દિવસે બંધ ભાવની સ્થિતિ અનુસાર જોઇએ તો આઇપીઓ લિસ્ટિંગ પ્રિમિયમ આગલાં વર્ષે એવરેજ 32 ટકા હતું તે આ વર્ષે ઘટી 12 ટકા થવાના કારણે પણ રિટેલ રોકાણકારોનો રિસ્પોન્સ ઘટી રહ્યો છે. 14માંથી 6 આઇપીઓએ 10 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જ્યારે હર્ષા એન્જિ.એ 47 ટકા ગેઇન નોંધાવ્યો છે.
2022-23ના પ્રથમ છ માસ દરમિયાન 41 કંપનીઓએ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા છે. તેની સામે આગલાં વર્ષે 87 કંપનીઓએ સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યાં હતા.
રૂ.10500 કરોડના 71 આઇપીઓને સેબીની મંજૂરી
રૂ. 105000 કરોડના 71 આઇપીઓ સેબીની મંજૂરી મેળવી ચૂક્યા છે. જ્યારે 43 કંપનીઓ રૂ. 7000 કરોડના આઇપીઓ માટે સેબીની મંજૂરીની રાહ જોઇ રહી છે. આમ કુલ 114 કંપનીઓ પૈકી 10 કંપનીઓ NATCs છે. જેઓ અંદાજે રૂ. 35000 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.